________________
જઈ વાંદ્યા ગુરૂજી કહે, દુષ્કર દુષ્કર કાર”
સિંહ ગુફામાં ચોમાસું રહેલા મુનિ સ્થૂલિભદ્રને કહે છે કે તમે સિંહ સમાન વીરતા દર્શાવી અને કોશ્યાને પ્રતિબોધ પમાડી.
“ચોરાશી ચોવીશીઈ અભંગ રચ્યો તુઝ નામ
સ્થૂલિભદ્ર રાજ્યના મંત્રીપદનો અસ્વીકાર કરે છે અને કોશ્યાને ત્યાં ચાતુર્માસ રહી તેણીને પ્રતિબોધ પમાડે છે ત્યાં સુધીની માહિતી આ દુહામાંથી પ્રાપ્ત થાય છે. શૃંગાર-કરૂણ-રૌદ્ર અને શાંતરસની ભરપૂર આ રસના દુહા તરીકે પણ આકર્ષક અને ભાવવાહી બની છે. સરળ અને સુગ્રાહ્ય શૈલીમાં કાવ્ય રચના દ્વારા સ્થૂલિભદ્ર અને કોશ્યાના પ્રસંગોનું રસ-ભાવ-સંવાદ અને વિવિધ દષ્ટાંતોથી નિરૂપણ કરવામાં આવ્યું છે. “નવરસો' નામ પણ રસનિરૂપણથી સાર્થક થયું છે.
સ્થૂલિભદ્ર નવરસો (નવરસ ગીત) અઢારમી સદીના પ્રથમ તબક્કામાં થયેલા પૂ. જ્ઞાનસાગરજીએ સ્થૂલિભદ્ર નવરસો નવરસ ગીતની રચના કરી છે. પૂ.શ્રી અંચલગચ્છના ગજસાગરસૂરિ-લલિતસાગર-માણિક્યસાગરના શિષ્ય હતા.
જૈન સાહિત્યમાં નવરસો નામની એમની કૃતિ ઉપલબ્ધ કૃતિઓમાં પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે. નવરસો એટલે સાહિત્યના નવરસ. કવિએ સ્થૂલિભદ્ર અને કોશ્યાના જીવનના પ્રસંગોનું રસિક નિરૂપણ શૃંગાર આદિ રસમાં કર્યું છે. જ્યારે સ્થૂલિભદ્ર અને તેમનાથ નવરસોની અન્ય કૃતિઓમાં શૃંગાર-કરૂણ-શાંતિ આદિ રસો સ્થાન ધરાવે છે. કવિની રસ નિરૂપણ અંગેની અર્થઘટનની કલ્પના નોંધપાત્ર છે.
કવિઓ અવનવી કલ્પનાનો આશ્રય લઈને કાવ્ય રચે છે તેમાં સ્થૂલિભદ્ર અને કોશ્યાના પ્રસંગોને કેન્દ્રમાં રાખીને રસસભર કૃતિ રચી છે. આ કૃતિના પ્રસંગો સુવિદિત છે. પણ કવિની શૈલી અને કવિપ્રતિભાનું વિશિષ્ટ દર્શન કરાવે છે. સ્થૂલિભદ્ર નવરસો
૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org