________________
કાવ્યના પ્રસંગોમાં કવિએ સ્થૂલિભદ્રના પૂર્વ જીવનના ૧૨ વર્ષના સંસારી જીવન અને ભોગવિલાસના સ્મરણથી કરીને અંતે કોશ્યા સમકિત પામી વ્રતધારી બને છે ત્યાં સુધીના પ્રસંગોનું મધુર પદાવલીઓમાં શૃંગાર રસથી આરંભ કરીને શાંત રસ સુધી નિરૂપણ કર્યું છે. પ્રચલિત દેશીઓ અને રાગના સમન્વયથી ગીત કાવ્યસમાન ગેય રચના નિષ્પન્ન થઈ છે. અત્રે શૃંગાર રસથી આરંભ થતી રચના શાંત રસથી પૂર્ણ થાય છે.
૧. શૃંગાર રસ નિરૂપણમાં કવિએ કોશ્યાના ચિત્તની સ્થિતિનો પરિચય કરાવ્યો છે. સ્થૂલિભદ્ર સાથેના પૂર્વના ૧૨ વર્ષના સંબંધની ભૂમિકાને આધારે ૭ કડીમાં કોશ્યાના વિચારો વ્યક્ત થયા છે. નમૂનારૂપે પંક્તિઓ જોઈએ તો -
કરિ શૃંગાર કોશ્યા કહે, નાગરના નંદન. મોહન નયણે નિહાલિરે નાગર... આ યૌવન જોઈ ઉલટયું નાગર... સ્વામિ કરિ તો ભાલ રે નાગર... | ૧ | પછતાણી પ્રીતમ હવે, ના... ફોગટ માંડી મેં પ્રીત રે. ના... કીધી કરિ જાણી નહિ. ના... રૂડી પ્રીતની રીતિ રે. ના... | ૬ || વિરહાનલ વાલેસ, ના... કેમ શીતલ થાઈ દેહરે અંતમાં કવિના શબ્દો છે – પ્રથમ રસ શૃંગારમાં. ના... કેદરો કહ્યો રાગમાં રે. ના...
૮૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org