________________
કહે કોશ્યા સુણ પીઉજી, તું મુઝ જીવન પ્રાણ, પ્રીતવેલી હિવે સિંચાઈ, વલી વધે જિમ વાણ | ૧૩ છે.
ત્રીજી ઢાળમાં સ્થૂલિભદ્ર-કોશાના સંવાદનું ભાવવાહી નિરૂપણ થયું છે. કોશાના શૃંગારરસની અનુભૂતિ અને વાણીની સામે સ્થૂલિભદ્રની વૈરાગ્ય-શાંતરસની વાણીનો પ્રવાહ આકર્ષક બન્યો છે.
કવિના શબ્દો છે - અબલા સબલા સિહણિ, દૂરગતિની દાતાર, સિંહણનો ભય એક ભવે, ભવભવ ભય મુઝ નારી ૧૮ શૃંગાર રસના નમૂના રૂપે પંક્તિઓ જોઈએ તો - કોશ્યા કહે ઈણ મંદિરે, આવી રહો ચોમાસ, ભાવભગતિ નિત પ્રતે કરો, ભોજન સરસ તંબોલ. મધુર વયણ મુખથી કહે, પીઉ કરીઈ રંગ રોલ. જોગારંભ છાંડી કરી, રંગે રમો એકાંત. તવદાસી કોશ્યાને કહે, નાટક કરીઈ એક. હાવભાવ દેખાલસું, સજી સોળે શણગાર.
સ્થૂલિભદ્રની વાણીના નમૂના રૂપે પંક્તિઓ શાંતરસની સમર્થ અભિવ્યક્તિ સમાન છે. '
નંદિષેણ સરીખા જતી, આષાઢાદિકુ જેહ. મોહમહાભડ વશ કરી, મુગતિ ગયા રૂષિ તેહ. કાચી કાયા કારિમી, માયા મોહિની જાલિ. અશિરપણું જીવન તણું, જેહવું સંધ્યાવાન. ધીરપણું મેં આદર્યું, જોબન અથિર સંસાર
સ્થૂલિભદ્ર નવરસો
૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org