________________
સ્થૂલિભદ્ર કોશાને ત્યાં જાય છે અને દાસી કોશાને સ્થૂલિભદ્રના આગમનની વધામણી આપે છે. કોશા ચાતક સમાન સ્થૂલિભદ્રની રાહ જોતી હતી તે આ વધામણીના સમાચારથી હર્ષોલ્લાસ અનુભવે છે. કવિના શબ્દો છે
બાર વર્ષની પ્રીત પછી રાજસભામાં ગયેલા સ્થૂલિભદ્ર સાધુવેશમાં કોશાને ત્યાં પધારે છે એટલે કોશાના અંતરની અભિલાષા પરિપૂર્ણ થવાના હેતુથી આનંદમય બની છે. સ્થૂલિભદ્રને મહેણાં દેતી માનુની જણાવે છે કે
તવ ઉઠી આ સુંદરી, પીઉને મિલવા કાજ, ચાતક જિન ચતુરા હુંતી, તે ઊભી કરી લાજ ॥ ૫ ॥
૧. કુસ
૭૮
સતણો જિમ તાપણો, વલી જેહવો સંધ્યાવાન. ઠાર તણો જિમ મેહનો, નાગર મિત્રનું માન ॥ ૭॥
-
મેણા દેતી માનની મધુરી બોલે વાણ,
આજ સફલ મુંજ આંગણો, આજ સફલ દિનરેણ | ૮ |
કરૂણ રસની અનુભૂતિ થયા પછી સ્થૂલિભદ્રના આગમનથી શૃંગાર રસનું નિરૂપણ થયું છે. બીજી ઢાળમાં ઉપરોક્ત વિગતોનો સમાવેશ થયો છે. કોશાના ચિત્તમાં અપૂર્વ આનંદની લહેરી ઉભરાઈ રહી છે. હવે પૂર્વેની પ્રીતિનો રંગ જામશે. આવા વિચારમાં નિમગ્ન કોશાને સ્થૂલિભદ્ર વિષયસુખના કરૂણ દુ:ખ અને પરિણામની વિગતો આપતા જણાવે છે કે
મોતી થાળ વધાવીને, કોશા કરે અરદાસ,
પૂરવ પ્રિતિ સંભારિયે, કરીઈ લીલ વિલાસ | ૯ |
થૂલિભદ્ર કહે સુણ સુંદરી, મેં વશ કીધો નેણ, તું વ્યાકુલ થઈ વિરહિણી, કિમ ભાખે ઈમવયણ || ૧૨ ||
= ઘાસ
Jain Education International
For Personal & Private Use Only
જ્ઞાનતીર્થની યાત્રા
www.jainelibrary.org