________________
કોશાનું રૂપ વર્ણન મધ્યકાલીન કવિઓની પ્રચલિત ઉપમા દ્વારા કર્યું છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે નોંધવામાં આવી છે.
(ગા. ૩૦ થી ૩૩) નયનકમલદલ ઓપમ પાવઈ
મદ ઘુમિત દેખન મન ધાવાઈ જિનકે જીતે મૃગવન લીના
- નવ નવ રસકા જાણવું ખજાના. | ૩૦ || ગૌર કપોલ શશિબિંબ સમાન પાવઈ નારિંગ કે ઉપમાન ઉગટ્યા મુકુર તણી પરિ દીપઈ નિરખતિ નયનાં તરસન છીપS I૩૧ નક બેસર ભૂષિત તસ નાસા યાકે આગે તિલફૂલ દાસા અધોમુખ મયણ ચુણી રયણ સંદેહી
કામુદ શલભ સારંગ સંગ એહી || ૩૦ || અધર સુકોમલ મધુર સુરંગા, પ્રેમતરૂ કિશલય મોહિ મનચંગા કુંદકલી સમ દશનકી પંતી જિતી મોતિનકી જિણી કંતિ ૩૩ !!
કવિએ રૂપકોશાના વર્ણનમાં ભરપુર શૃંગારનું નિરૂપણ કર્યું છે. કોશાનું મોહક અને આકર્ષક વર્ણન ભલભલા યોગીઓને યોગનો માર્ગ છોડાવીને ભોગની લપસણી ભૂમિમાં રમણે ચઢાવી દે તેવી અભિવ્યક્તિ થઈ છે.
કોશાના અંગોપાંગની ઉપમાઓ અને અવનવી કલ્પનાની સાથે લલિત મધુર શબ્દાવલીઓથી કવિ પ્રતિભાનો અનોખો પરિચય મળે છે.
કોશાના વચન વાણીમાંથી સુધારસ ઝરે છે. ગૌરવર્ણ લલાટ પર તિલક શોભે છે. તે જોઈને યુવાનો મોહ્યા છે. શરદઋતુના ચન્દ્ર સમાન શોભા આપે છે. વાંકી-તિરછી નજર, રત્નમય કુંડલ, સુકોમળ ૧. દશન = દાંત સ્થૂલભદ્ર ચંદ્રાયણિ
૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org