SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘બલભાવના' દ્વાર | ગાથા ૧૪૦૯ પછ ગાથાર્થ : તથા સદા શુભભાવથી તે ચતિની સ્થિતિ હોય છે, જે કારણથી આમ છે, આથી જ નિધાનાદિના લાભમાં જેમ સંસારી જીવોને ધૃતિ હોય છે, તેમ સાધુએ તે શુભભાવના ધૈર્યરૂપ ધૃતિ કરવી જોઈએ. ટીકા : सदा शुभभावेन तथा तस्य स्थितिरिति वर्त्तते, यद्-यस्मादेवं, तच्छुभभावस्थैर्यरूपा अत एव स्थितिसम्पादनार्थं कर्त्तव्या धृतिस्तेन निधानादिलाभ इवेष्टसिद्धेरिति गाथार्थः ॥१४०९॥ નોંધઃ ગાથાના બીજા પાદમાં તાજુમાવથMરૂવી છે, તેને સ્થાને ટીકા પ્રમાણે તસુદમાવથનરૂવા હોય તેમ ભાસે છે અને તે જ પ્રમાણે આ ગાથાના અન્વયાર્થીદિ કરેલ છે. ટીકાર્ય : તથા સદા શુભભાવથી તેનીeતે યતિની, સ્થિતિ હોય છે; જે કારણથી આમ છે–તે યતિ સદા શુભભાવમાં હોય છે એમ છે, આથી જ નિધાનાદિના લાભમાં જેમ વૃતિ હોય છે તેમ સ્થિતિના સંપાદન અર્થે તેમણે=અભ્યઘત વિહાર સ્વીકારવા તત્પર થયેલા યતિએ, તે શુભભાવના થૈર્યરૂપ ધૃતિ કરવી જોઈએ; કેમ કે ઈષ્ટની સિદ્ધિ થાય છે=અભ્યઘત વિહાર સ્વીકારનાર યતિ શુભભાવની સ્થિરતાનું સંપાદન કરીને ધૃતિપૂર્વક યત્ન કરે તો પોતાને ઇચ્છિત એવા ચારિત્રરૂપ કાર્યની સિદ્ધિ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : એકત્વભાવનાથી ભાવિત હોવાથી અભ્યઘત વિહાર સ્વીકારનાર ઋષિની સ્થિતિ સદા શુભભાવથી વર્તે છે, અને તેઓ સદા શુભભાવથી સ્થિતિવાળા હોય છે, આથી જ તે શુભભાવની અત્યંત સ્થિરતાના સંપાદન અર્થે તેઓએ શુભભાવના ધૈર્યરૂપ ધૃતિ કરવી જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે એકત્વભાવનાથી ભાવિત નહીં થયેલા સાધુઓ સદા શુભભાવથી વર્તી શકતા નથી, તેથી તેઓએ તો એકત્વભાવનાથી ભાવિત થવા માટેનો યત્ન કરવારૂપ જ ધૃતિ કરવી જોઈએ; જયારે આ ઋષિ તો એકત્વભાવનાથી અત્યંત ભાવિત થયેલા હોવાથી શુદ્ધ આત્માને છોડીને અન્ય કોઈ ભાવમાં ક્યારેય જતા નથી, આમ છતાં તેઓએ પોતે જે શુભભાવ પ્રગટ કર્યો છે તે શુભભાવની સ્થિરતા કરવા માટેના યત્નરૂપ ધૃતિ કરવી જોઈએ, જેનાથી સ્થિતિનું સંપાદન થાય છે અર્થાત્ આ ઋષિ જિનકલ્પ આદિ અભ્યદ્યત વિહાર સ્વીકારે ત્યાં સુધીમાં તે શુભભાવ આત્માની પ્રકૃતિરૂપે સ્થિર થઈ જાય તે પ્રકારની સ્થિતિનું સંપાદન થાય છે. વળી તેમાં દૃષ્ટાંત બતાવે છે – જેમ કોઈ પુરુષ નિધાનાદિની પ્રાપ્તિ માટે સાધના વખતે ધૃતિપૂર્વક યત્ન ન કરે તો તેને ઇષ્ટની સિદ્ધિ થાય નહીં, તેમ આ મહાત્મા પણ કાયોત્સર્ગમાં રહીને ધૃતિપૂર્વક યત્ન ન કરે તો તેઓને ઇષ્ટની સિદ્ધિ થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy