SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવતુક | અભ્યધત વિહાર / “શ્રુતભાવના' દ્વાર | ગાથા ૧૪૦૦-૧૪૦૧ ટીકાર્ય : સૂત્રના અભ્યાસથી ઋષિ ઉચ્છવાસથી પ્રાણ ઉચ્છવાસ-નિશ્વાસ, અને તેનાથી=પ્રાણથી, સાત પ્રાણોના માનવાળો સ્તોક, અને તેનાથી પણ=સ્તોકથી પણ, બે ઘટિકાના કાળવાળો મુહૂર્ત, આમના વડે=મુહૂર્તો વડે, પોરિસીઓ, તેઓ વડે પણ=પોરિસીઓ વડે પણ, નિશાદિ નિશા-દિવસાદિકરાત્રિ-દિવસ-પક્ષ-મહિના વગેરે, જાણે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ઋષિ એકાગ્ર મનથી સૂત્રભાવનાને સુઅભ્યસ્ત કરે ત્યારે, તે સૂત્રના અભ્યાસના બળથી તે ઋષિ પ્રાણથી માંડીને દિવસ-રાત-પક્ષ-મહિના-વર્ષ વગેરે સર્વ પ્રકારના કાળના પરિમાણને યથાર્થ જાણી શકે છે અને તે પ્રકારે જાણીને તેઓ ઉચિત કાળે સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે. તેથી તેઓને કાળનું પરિમાણ જાણવા માટે કોઈ બાહ્ય અવલંબનની જરૂર પડતી નથી. ૧૪00ા. ગાથા : एत्तो उवओगाओ सदेव सोऽमूढलक्खयाए उ । दोसं अपावमाणो करेइ किच्चं अविवरीअं ॥१४०१॥ અન્વયાર્થ: સો=આ=અભ્યદ્યત વિહાર સ્વીકારવા ઉદ્યત એવા ઋષિ, સવ–સદા જ મૂહર્તવમયાઅમૂઢલક્ષતાને કારણે પત્તો વડો મો=આ=ગાથા ૧૩૯૯માં બતાવ્યો એ, ઉપયોગથી તો પવિમાનો દોષને નહીં પ્રાપ્ત કરતા વિવરણં āિ =અવિપરીત કૃત્યને વરેડું કરે છે. * ‘કુ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: અભ્યધત વિહાર માટે ઉધત એવા કષિ સદા જ અમૂઢલક્ષપણાને કારણે ગાથા ૧૩૯૯માં બતાવેલા ઉપયોગથી દોષને નહીં પ્રાપ્ત કરતા અવિપરીત કૃત્યને કરે છે. ટીકાઃ ___अतः उपयोगात् सूत्राभ्यासगर्भात् सदैवासावमूढलक्षतया कारणेन दोषमप्राप्नुवन्-निरतिचारः सन् करोति कृत्यं विहितानुष्ठानमविपरीतमिति गाथार्थः ॥१४०१॥ ટીકાઈઃ આ=અભ્યદ્યત વિહાર માટે ઉદ્યત એવા ઋષિ, સદા જ અમૂઢલક્ષપણારૂપ કારણથી આ સૂત્રઅભ્યાસના ગર્ભવાળા ઉપયોગથી દોષ નહીં પ્રાપ્ત કરતા=નિરતિચાર છતા, અવિપરીત એવા કૃત્યને વિહિત અનુષ્ઠાનને= ભગવાન વડે વિધાન કરાયેલ અનુષ્ઠાનને, કરે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy