________________
૪૬
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર / “શ્રુતભાવના' દ્વાર / ગાથા ૧૩૯૯-૧૪૦૦ જો સૂત્ર-અર્થના પારાયણકાળમાં ચિત્ત બહિવૃત્તિથી આકુળ હોય અને પોતાનું મન તે તે સૂત્રથી વાગ્ય એવા તાત્પર્યને સ્પર્શે તે રીતે અંતઃકરણથી એકાગ્ર ન હોય, તો સૂત્રભાવનાના બળથી પોતાને જે અસંગભાવની વૃદ્ધિ કરવી છે તે પણ થઈ શકે નહીં, તેમ જ સૂત્ર દ્વારા ઉચ્છવાસાદિના નિશ્ચિત પ્રમાણથી કાળના પ્રમાણની ગણના કરવી છે તે પણ થઈ શકે નહીં.
આથી મહાત્મા સૂત્ર-અર્થનું પારાયણ અત્યંત એકાગ્રતાપૂર્વક એ રીતે કરે છે જેથી સૂત્રભાવના સર્વથા સુઅભ્યસ્ત થાય અને તે સૂત્રભાવના દ્વારા ઉચ્છવાસાદિના પ્રમાણથી કાળના પ્રમાણનું જ્ઞાન થઈ શકે. /૧૩૯૯ી.
અવતરણિકા :
एतदेवाह -
અવતરણિકાર્ય :
આને જ કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે આ ઋષિ કાલના પરિમાણના નિર્ણય માટે સૂત્રભાવનાને ઉચ્છવાસાદિના માન દ્વારા સર્વથા સુઅભ્યસ્ત કરે છે. તેથી હવે સૂત્રભાવનાથી ઉચ્છવાસાદિના માન દ્વારા કાળના પરિમાણનો નિર્ણય કઈ રીતે કરે છે? તે દર્શાવવા અર્થે ઉચ્છવાસાદિના માનને જ કહે છે –
ગાથા :
उस्सासाओ पाणू तओ अ थोवो तओ वि अ मुहुत्तो ।
एएहिं पोरिसीओ ताहिं पि णिसाइ जाणेइ ॥१४००॥ અન્વયાર્થ :
૩HTો પા[–ઉચ્છવાસથી પ્રાણ, તો મ=અને તેનાથી=પ્રાણથી, થોવો સ્તોક, તો વિ = અને તેનાથી પણ=સ્તોકથી પણ, મુત્તો મુહૂર્ત, આિમના વડે=મુહૂર્તો વડે, પરિસીમો પોરિસીઓ, તાર્દિપિ તેઓ વડે પણ પોરિસીઓ વડે પણ, સિફિનિશા આદિકરાત-દિવસ વગેરે, રાખોડુ જાણે છે.
ગાથાર્થ :
ઉચ્છવાસથી પ્રાણ, અને પ્રાણથી સ્તોક, અને સ્તોકથી પણ મુહૂર્ત, મુહૂર્તો વડે પોરિસીઓ, પોરિસીઓ વડે પણ રાત-દિવસ આદિ જાણે છે.
ટીકા :
उच्छ्वासात् प्राण इत्युच्छ्वासनिश्वासः, ततश्च-प्राणात् स्तोकः सप्तप्राणमानः, ततोऽपि च-स्तोकात् मुहूर्त्तः द्विघटिककालः, एभिः-मुहूर्तेः पौरुष्यः, ताभिरपि-पौरुषीभिः निशादि-निशादिवसादि जानाति सूत्राभ्यासत इति गाथार्थः ॥१४००॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org