________________
૩૧૮
સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા) કુભાવના / ગાથા ૧૬૩૨-૧૬૩૩ વળી તે કાંદર્પ ભાવનાકાળમાં કેટલાક સાધુઓ “કહકહકહ’ અવાજ કરીને ખડખડાટ હસતા હોય છે અને કોઈક પ્રસંગનું સ્મરણાદિ કરીને પોતાની હાસ્ય પ્રકૃતિને પુષ્ટ કરતા હોય છે, જે કંદર્પચેષ્ટા છે.
વળી કેટલાક સાધુઓ પોતાની સમાન પ્રકૃતિવાળા સાધુ સાથે પરિહાસ કરવાના સ્વભાવવાળા હોય છે, અને એ રીતે કંદર્પચેષ્ટા કરે છે.
વળી કેટલાક સાધુઓ ગુરુ આદિ સાથે પણ ક્યારેક નિષ્ફરતાથી બોલવારૂપ તો ક્યારેક વક્રોક્તિ આદિથી બોલવારૂપ અનિદ્ભુત સંલાપો કરે છે, પરંતુ સર્વ સાથે ઉચિત પ્રવૃત્તિ કરવાના પરિણામથી નિભૂત આલાપો કરતા નથી, તેવા સાધુઓ ગુરુ, અધિક પર્યાયવાળા સાધુઓ, શિષ્યાદિ સર્વ સાથે મનમાંથી વિકલ્પો ઊઠે તે પ્રકારના સંલાપો કરે છે, જે કાંદપિંકી ભાવના છે.
વળી કેટલાક સાધુઓને કામકથાનો રસ હોય છે, તેથી પ્રસંગે પ્રસંગે કામકથી કરીને કે તેના વિચારો આદિ કરીને કંદર્પચેષ્ટા કરે છે.
વળી કેટલાક સાધુઓ “આ પ્રમાણે તું કર” એ પ્રકારે ભગવાનના વચનથી નિરપેક્ષ થઈને જેને તેને જે તે કૃત્ય કરવાનું વિધાન કરે છે, જે કંદર્પનો ઉપદેશ છે; કેમ કે સંયમને પોષક ન હોય તેવો સર્વ ઉપદેશ કંદર્પઉપદેશરૂપ છે. આથી તેવો ઉપદેશ આપનારા સાધુ કંદર્પચેષ્ટા કરે છે.
વળી કેટલાક સાધુઓ ઉપરમાં બતાવી એમાંથી કોઈપણ પ્રકારની કંદર્પની ચેષ્ટા કરતા ન હોય, છતાં બીજા દ્વારા કરાતી તે તે ચેષ્ટાઓને કંઈક પ્રીતિપૂર્વક અવલોકન કરે અથવા પ્રીતિપૂર્વક શ્રવણ કરે, તો તે સાધુઓને અન્યની તે તે કંદર્પચેષ્ટાવિષયક પ્રશંસાનો અધ્યવસાય સ્પર્શે છે, તેથી તે સાધુ પણ કંદર્પચેષ્ટા કરે છે.
આમ, ઉપરમાં બતાવી એ પ્રકારની કંદર્પની ચેષ્ટાઓ કરવાથી સાધુનો આત્મા અપ્રશસ્ત એવી કાંદર્પ ભાવનાથી વાસિત બને છે, માટે તે સાધુ કંદર્પવાળા કહેવાય છે.
આથી કાંદર્પ ભાવનાના પરિહારના અર્થી સાધુએ સતત “વીતરાગઅવસ્થા એ મારું લક્ષ્ય છે, માટે મારે મારા મન-વચન-કાયા વીતરાગ વચનાનુસાર જ પ્રવર્તાવવાં જોઈએ” એ પ્રકારનું પ્રણિધાન કરીને, બાહ્ય નિમિત્તોથી પર થઈને સર્વ સંયમની પ્રવૃત્તિ કરવી જોઈએ, તો તે સાધુ કાંદર્પ આદિ અશુભ ભાવનાઓથી આત્માનું રક્ષણ કરી શકે, અન્યથા પોતાને જે જે અશુભ ભાવના અભ્યસ્ત હોય તેને અનુરૂપ ચેષ્ટા થાય, અથવા ક્યારેક ચેષ્ટા ન થાય, તોપણ બીજા દ્વારા કરાતી તે તે ચેષ્ટાઓમાં પોતાનો ઉપયોગ ભળવાથી કંદર્પચેષ્ટાની અનુમોદનાની પ્રાપ્તિ થાય. ll૧૬૩રી અવતરણિકા :
कौत्कुच्यवन्तमाह -
અવતરણિકાર્ય :
કૌત્કચ્યવાળા સાધુને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org