________________
૩૧૦
સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ઈંગિનીમરણ અનશન / ગાથા ૧૨૬
અન્વયાર્થ :
૩ષ્ય પરિડું×ઉદ્વર્તન કરે છે, પરાવર્તન કરે છે. મારું વિમાસા=વળી કાયિકી આદિમાં વિભાષા ઢોડું થાય છે. થિરૂવત્રિો ધૃતિબળવાળા (મહાત્મા) શિષ્ય પિ નિયમે ગપ્પા વ્યિ કુંગ કૃત્યને પણ નિયમથી આત્મા વડે જ યોજે છે–પોતે જ કરે છે. ગાથાર્થ :
ઉદ્વર્તન કરે છે, પરાવર્તન કરે છે. વળી કાચિકી આદિમાં વિકલ્પ છે. ધૃતિબળવાળા મહાત્મા કૃત્યને પણ નિયમથી પોતે જ કરે છે. ટીકા?
उद्वर्त्तते परावर्त्तते कायेन, कायिक्यादिषु भवति विभाषा, प्रकृतिसात्म्यात् करोति वा न वा, कृत्यमप्यात्मनैव युङ्क्ते उपधिप्रत्युपेक्षणादि नियमेन धृतिबली स भगवानिति गाथार्थः ॥१६२६॥ ટીકાર્ચ: -
કાયાથી ઉદ્વર્તન કરે છે, પરાવર્તન કરે છે. કાયિકી આદિમાં વિભાષા છે=માત્ર આદિ કરવામાં વિકલ્પ છે, તે વિકલ્પ જ સ્પષ્ટ કરે છે – પ્રકૃતિના સામ્યથી કરે છે કે નહીં=પોતાના શરીરની પ્રકૃતિના સભ્યથી માત્રુ આદિ કરે પણ છે કે નથી પણ કરતા.
ધૃતિબળવાળા તે ભગવાન ઉપધિના પ્રત્યુપેક્ષણાધિરૂપ કૃત્યને પણ=ઉપધિ પલેવવા વગેરેરૂપ કૃત્યને પણ, નિયમથી આત્મા વડે જ યોજે છે=નક્કી પોતે જ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ઇંગિતમરણ અનશન સ્વીકારનારા મહાત્મા કાયાથી ઉદ્વર્તન અને પરાવર્તન કરે છે અર્થાત એક પડખેથી બીજા પડખે અને બીજા પડખેથી ફરી એ જ પડખે ફરે છે, એક આસનમાં શ્રાંત થયા હોય તો અન્ય આસન સ્વીકારે છે, જેથી ધર્મધ્યાનાદિમાં સુદઢ વ્યાપાર કરી શકાય.
વળી માત્રુ આદિ પ્રકૃતિના સભ્યભાવથી કરે પણ કે ન પણ કરે. અર્થાત્ જેઓને આહાર નહીં કરવાને કારણે માત્ર આદિ કરવાની આવશ્યકતા ન હોય તેઓ ન કરે અને જેઓને શરીરની તે પ્રકારની પ્રકૃતિને કારણે માત્રુ આદિ ન કરે તો ધર્મધ્યાનાદિમાં વ્યાઘાત થાય તેમ હોય તેઓ કરે પણ; મુખ્ય આશય એ છે કે ધર્મધ્યાનાદિમાં વ્યાઘાત થવો ન જોઈએ.
વળી તેઓ કાયાનું ઉદ્વર્તનાદિ કરતા હોવાથી જીવરક્ષા અર્થે પોતાની ઉપધિનું પ્રત્યુપેક્ષણ આદિ કૃત્ય પણ કરે છે, અને તે પ્રત્યુપેક્ષણાદિ સર્વ કૃત્ય ધૃતિબળવાળા તે મહાત્મા સ્વર્યા જ કરે છે, કોઈની પાસે કરાવતા નથી.
આ પ્રકારે ઇંગિતમરણ અનશન કરનારા મહાત્મા નિયત એવી પરિમિત ચેષ્ટા કરે છે, અને અનશન વખતે નક્કી કરેલા દેશમાં જ રહે છે, એક દેશથી અન્ય દેશમાં જતા નથી. II૧૬૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org