SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ સંલેખનાવસ્તક / અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા | ગાથા ૧ર૦ અવતરણિકા: ઇંગિતમરણ અનશન સ્વીકારવાની વિધિ બતાવી. હવે ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારવાની વિધિ બતાવે છે – ગાથા ; भत्तपरिणाए वि हु आपव्वज्जं तु विअडणं देइ । पुचि सीअलगो वि हु पच्छा संजायसंवेगो ॥१६२७॥ અન્વચાર્ગ : મત્તપરિ વિ=ભક્તપરિજ્ઞામાં પણ પુત્ર સીસત્નો વિ=પૂર્વે શીતલક પણ પછી સંગાથસંવેગો= પાછળથી સંજાત સંવેગવાળા સાધુ માપત્રન્ન =આપ્રવ્ર જ=પ્રવ્રજયાગ્રહણકાળથી આરંભીને જ, વિઝst =વિકટનાને આપે છે=આલોચનાને કરે છે. * પ્રસ્તુત ગાથામાં રહેલા બંને દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : ભક્તપરિજ્ઞામાં પણ પૂર્વે શીતલ પણ પાછળથી ઉત્પન્ન થયેલા સંવેગવાળા સાધુ પ્રવજ્યાગ્રહણકાળથી આરંભીને જ આલોચનાને કરે છે. ટીકા? भक्तपरिज्ञायामपि-तृतीयानशनरूपायां, आप्रव्रज्यमेव-प्रव्रज्याकालादेवारभ्य विकटनां ददाति, पूर्व शीतलोऽपि परलोकं प्रति पश्चात् तत्काले सञ्जातसंवेग इति गाथार्थः ॥१६२७॥ ટીકાર્થ: - ત્રીજા અનશનરૂપ ભક્તપરિજ્ઞામાં પણ, પૂર્વે પરલોકપ્રતિ શીતલ પણ=ચરમકાળથી પૂર્વેના સંયમજીવનમાં પરલોકને આશ્રયીને શિથિલ પણ, પાછળથી તે કાળમાં=સંયમજીવનના ચરમકાળમાં, ઉત્પન્ન થયેલા સંવેગવાળા મહાત્મા આપ્રવજ્ય જ=પ્રવ્રજ્યાના કાળથી જ આરંભીને, વિકટનાને આપે છે=આલોચનાને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારનારા મહાત્માઓમાંથી કેટલાક પ્રવ્રયાગ્રહણકાળથી અત્યંત અપ્રમાદી હોય છે અને કેટલાક પરલોક પ્રતિ શિથિલ પરિણામવાળા હોય છે અર્થાત્ સંયમની સર્વ ક્રિયાઓ તીવ્ર સંવેગપૂર્વક કરતા નથી; તેવા શિથિલ પરિણામવાળા પણ મહાત્મા મૃત્યુકાળે સંવેગના પરિણામવાળા થયા હોય, તો તેઓ ભક્તપરિજ્ઞા અનશન કરવાના અધિકારી છે. અને તેઓ ભક્તપરિજ્ઞા અનશન કરતાં પહેલાં પોતાના સંયમજીવનના પ્રારંભથી માંડીને જે જે સ્કૂલના થઈ હોય, તેનું ગુરુ આગળ સમ્યગુ આલોચન કરે છે અને આલોચન દ્વારા અતિચારોની શુદ્ધિ કરીને ભક્તપરિજ્ઞા અનશન કરે છે, જેની વિશિષ્ટ વિધિ ગાથા ૧૬૭૨થી ગ્રંથકારશ્રી સ્વયં બતાવશે. ||૧૬૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy