SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભાવસંખના / ગાથા ૧૬૧૧ અન્વયાર્થ : ન વિ=જોકે હિંગ પાવડું=શ્રેણીને પ્રાપ્ત ન કરે, તથા વિ=તોપણ સંવેજમાવUTગુત્તો સંવેગભાવનાથી યુક્ત એવા મહાત્મા મે–નિયમથી તો હું તદ નિપાથમવાસુિગતિને અને તે રીતે જિનધર્મની બોધિને નહ$=પ્રાપ્ત કરે છે. * “' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ જોકે શ્રેણીને પ્રાપ્ત ન કરે, તોપણ સંવેગભાવનાથી યુક્ત એવા મહાત્મા નિયમથી સુગતિને અને તે રીતે જિનધર્મની બોધિને પ્રાપ્ત કરે છે. ટીકાઃ __यद्यपि न प्राप्नोति श्रेणिं कथमपि, तथापि संवेगभावनायुक्तोऽयं नियमेन सुगतिं लभते अन्यजन्मनि, तथा जिनधर्मबोधिं च लभत इति गाथार्थः ॥१६११॥ ટીકાર્ય : જોકે કોઈપણ રીતે શ્રેણીન=ક્ષપકશ્રેણીને, પ્રાપ્ત ન કરે, તોપણ સંવેગભાવનાથી યુક્ત એવા આ સંલેખના કરનાર મહાત્મા, નિયમથી અન્ય જન્મમાં સુગતિને પ્રાપ્ત કરે છે અને તે રીતે જિનધર્મની બોધિને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું એ મુજબ સંખના કરનારા મહાત્મા ભાવનાના બળથી ઉલ્લસિત વીર્યવાળા થાય તો ક્ષપકશ્રેણી પર આરોહણ કરે છે. હવે કર્મની ગુરુતાને કારણે કે તેવા પ્રકારના વર્ષોલ્લાસના અભાવને કારણે કે તે પ્રકારના સંઘયણાદિના અભાવને કારણે કે અન્ય કોઈપણ નિમિત્તથી, તે મહાત્મા ક્ષપકશ્રેણી પર આરોહણ ન કરે, તોપણ સંવેગભાવનાથી યુક્ત એવા તે મહાત્મા અન્ય જન્મમાં નિયમથી સુગતિને પ્રાપ્ત કરે છે અર્થાત્ પ્રસ્તુત ભાવનાના બળથી ઉલ્લસિત થયેલી સર્વ કર્મોથી રહિત અવસ્થા પ્રત્યેના બદ્ધમાનસરૂપ સંવેગભાવનાથી યુક્ત એવા તે મહાત્મા અન્ય ભવમાં ઉત્તમ દેવભવને પામે છે; તેમ જ જે પ્રકારના પ્રકર્ષવાળા ભાવો આ ભવમાં કર્યા છે તેને અનુરૂપ નિર્મળ કોટિના જિનધર્મના બોધરૂપ બોધિને પ્રાપ્ત કરે છે અર્થાત્ જે મહાત્મા આ ભવમાં ભાવનાઓથી અતિશય ભાવિત થયા હોય, તેઓને ભવાંતરમાં અતિશય નિર્મળ કોટિની જિનધર્મની બોધિ પ્રાપ્ત થાય છે અને જે મહાત્મા આ ભવમાં ભાવનાઓથી અલ્પ ભાવિત થયા હોય, તેઓને ભવાંતરમાં અલ્પ નિર્મળ કોટિની જિનધર્મની બોધિ પ્રાપ્ત થાય છે. ૧૬૧૧| Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy