________________
૨૮૨
સંલેખનાવતુક | અભ્યધત મરણ/ ભાવસંલેખના / ગાથા ૧૬૦૧-૧૬૦૨
ગાથાર્થ :
ભાવથી તેઓને નમસ્કાર કરું છું, તેઓને નમસ્કાર કરું છું, ફરી ફરી પણ તેઓને નમસ્કાર કરું છું અનુપકૃત પરના હિતમાં રત એવા જેઓ જીવોને ચારિત્રધર્મરૂપી વહાણ આપે છે. ટીકાઃ
तेभ्यो नमः तेभ्यो नमः भावेन अन्तःकरणेन (?पुनः)पुनरपि तेभ्यो नम इति त्रिर्वाक्यं, अनुपकृतपरहितरता(?ये) गुरवो, यत एतद्ददति जीवेभ्यो धर्मयानमिति गाथार्थः ॥१६०१॥ નોંધ :
ટીકામાં મૂળગાવ્યા પ્રમાણે પુનરપિને સ્થાને પુનઃ પુનરપિ હોવું જોઈએ, જુવો શબ્દની પૂર્વે થે હોવો જોઈએ. ટીકાર્ય :
ભાવથી=અંતઃકરણથી, તેઓને નમસ્કાર કરું છું, તેઓને નમસ્કાર કરું છું, ફરી ફરી પણ તેઓને નમસ્કાર કરું છું. એ પ્રકારે ત્રણ વાક્ય છે.
અનુપકૃત પરના હિતમાં રત=અન્ય જીવો દ્વારા નહીં કરાયેલા ઉપકારવાળા અન્ય જીવોનું હિત કરવામાં રક્ત, એવા જે ગુરુઓ છે; જે કારણથી જીવોને આ ધર્મયાન=ચારિત્રધર્મરૂપી વહાણ, આપે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
સંયમી મહાત્માઓ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને વિચારનારા હોય છે, તેથી સંલેખના કરનારા મહાત્મા પોતાની પ્રામાણિક પ્રજ્ઞાથી જેમ સંસારનું વિષમ સ્વરૂપ અને ચારિત્રધર્મનું ઉત્તમ સ્વરૂપ વિચારે છે, તેમ પોતાના ઉપકારક એવા ગુરુ આદિના વાસ્તવિક ઉપકારને સ્મૃતિમાં લાવીને તેઓ પ્રત્યેના પૂજ્યભાવનો અતિશય કરવા માટે વિચારે છે કે મારા ગુરુ તદ્દન નિઃસ્પૃહી છે; કેમ કે તેઓ પ્રત્યે મેં કોઈ ઉપકાર કર્યો નથી, છતાં તેઓ પરનું હિત કરવામાં નિરત છે.
વળી તે મહાત્માએ કોઈ શિષ્ય પ્રાપ્તિની આશંસાથી કે પર્ષદાવૃદ્ધિની આશંસાથી મને સંયમ આપેલ નથી, પરંતુ મારી યોગ્યતાને જોઈને હું સંસારસમુદ્રથી પાર પામું તેવા ઉત્તમ શુભ આશયથી મને પ્રવ્રજ્યા આપેલ છે, તેથી તેઓને હું અંતઃકરણના પરિણામથી વારંવાર નમસ્કાર કરું છું અર્થાત્ તેઓના ઉત્તમ ગુણને સ્મૃતિમાં લાવીને તેઓ પ્રત્યે ઉલ્લસિત થયેલા પૂજ્યભાવથી હું ફરી ફરી નમસ્કાર કરું છું. તે બતાવવા “તેઓને નમસ્કાર કરું છું” એમ ત્રણ વાર કહેલ છે, જેથી નમસ્કારનો ભાવ અત્યંત ઉત્કર્ષ પામે. ૧૬૦૧ અવતરણિકા :
પૂર્વગાથામાં ઉપકારી ગુરુ આદિ પ્રત્યેના અત્યંત પૂજ્યભાવની વૃદ્ધિ અર્થે ભાવથી નમસ્કાર બતાવ્યો, અને કહ્યું કે જે ગુરુ જીવોને ધર્મયાન આપે છે. તેથી હવે ગુરુએ આપેલું ધર્મયાન સર્વશ્રેષ્ઠ હિત છે, એ પ્રકારની બુદ્ધિ સ્થિર કરવા અર્થે અનશન કરનારા મહાત્મા અન્ય શું ભાવન કરે છે ? તે બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org