SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભાવસંલેખના | ગાથા ૧૫૯૬-૧૫૯૦ ૨૦૫ ગાથા : जम्मजरामरणजलो अणाइमं वसणसावयाइण्णो । जीवाण दुक्खहेऊ कट्ठ रोद्दो भवसमुद्दो ॥१५९६॥ અન્વયાર્થ : નમ રામરાનનો જન્મ-જરા-મરણરૂપી જલવાળો, મUફિ=અનાદિમાન, વાસાવથડ્રોક વ્યસનરૂપી વ્યાપદોથી આકીર્ણ, નવા યુવરટેક જીવોને દુઃખનો હેતુ, દં=કષ્ટવાળો, રો-રૌદ્ર એવો મવસમુદ્દો ભવરૂપી સમુદ્ર છે. ગાથાર્થ : જન્મ-જરા-મરણરૂપી જલવાળો, અનાદિમાન, આપત્તિરૂપી જલચરોથી વ્યાપ્ત, જીવોને દુઃખનો હેતુ, કષ્ટવાળો, રૌદ્ર એવો ભવરૂપી સમુદ્ર છે. ટીકા : जन्मजरामरणजलो बहुत्वादमीषाम्, अनादिमानिति अगाधः, व्यसनश्वापदाकीर्णः अपकारित्वाद् अमीषां, जीवानां दुक्खहेतुः, सामान्येन कष्टः, रौद्रो भयानकः, भवसमुद्र एवंभूत इति गाथार्थः ટીકાઈ; જન્મ-જરા-મરણરૂપી જલવાળો છે; કેમ કે આમનું બહુપણું છે સંસારમાં જન્મ-જરા-મરણનું બહુપણું છે. અનાદિમાન છે એથી અગાધ છે. વ્યસનોરૂપી વ્યાપદોથી આકીર્ણ છે=આપત્તિઓરૂપી જલચર જંતુઓથી વ્યાપ્ત છે, કેમ કે આમનું અપકારીપણું છે=જીવોનું અપકાર કરનારપણું છે=વ્યસનો સંસારી જીવોને અપકાર કરનારાં છે. જીવોને દુઃખનો હેતુ છે. સામાન્યથી કષ્ટરૂપ છે. રૌદ્ર છે=ભયાનક છે. આવા પ્રકારનો ભવરૂપી સમુદ્ર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે મહાત્મા અંતસમયે સંસારરૂપી મહાસમુદ્રના નિર્ગુણપણાનું ભાવન કરે છે. તે કઈ રીતે ભાવન કરે છે ? તે બતાવે છે – જેમ સમુદ્ર પાણીથી ભરપૂર હોય છે, તેમ કર્મ અને જીવના સંયોગરૂપ સંસાર જન્મ-જરા-મરણથી ભરેલો છે; કેમ કે સમુદ્રમાં જેમ પાણી ઘણું હોય છે, તેમ કર્મ અને જીવના સંયોગવાળી સંસારઅવસ્થામાં જન્મજરા-મરણરૂપ ભાવો ઘણા છે, સુખનો કાળ ઘણો અલ્પ છે. વળી જેમ સમુદ્ર અગાધ હોય છે અર્થાત્ ઘણા ઊંડાણવાળો હોય છે, તેમ કર્મ અને જીવના સંબંધરૂપ સંસાર અનાદિકાળનો હોવાથી અગાધ છે. વળી જેમ સમુદ્ર જળચર પ્રાણીઓથી વ્યાપ્ત હોય છે, તેમ સંસાર અનેક પ્રકારની આપત્તિઓથી વ્યાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy