________________
૨૯
સંલેખનાવતુક | અભ્યધત મરણ / દ્રવ્યસંલેખના | ગાથા ૧૫૯૧ ગાથા :
अब्भत्था सुहजोगा असवत्ता पायसो जहासमयं ।
एसो इमस्स उचिओ अमरणधम्मेहिं निद्दिट्ठो ॥१५९१॥ અન્વયાર્થ:
(જેઓને) પાયો પ્રાયઃ અણવત્તા સુનો મર્મસ્થા=અસપત્ન એવા શુભયોગો અભ્યસ્ત છે, (તેઓને) નહીસમથં યથાસમય રૂમ પો=આનો આ=મરણયોગનો સમય, સમરથÉિ વિમો નિદ્દિો=અમરણધર્મવાળા એવા ભગવાન વડે ઉચિત નિર્દિષ્ટ છે.
ગાથાર્થ :
જેઓને પ્રાયઃ અસપત્ન એવા શુભયોગો અભ્યસ્ત છે, તેઓને યથાસમયે મરણયોગનો સમય અમરણધર્મવાળા ભગવાન વડે ઉચિત બતાવાયો છે.
ટીકા :
अभ्यस्ता शुभयोगा: औचित्येन असपत्ना यथाऽऽगमं प्रायशो, यथासमयं यथाकालमेषोऽप्यस्यमरणयोगस्योचितः समयः अमरणधर्मभिः वीतरागैर्निर्दिष्टः सूत्र इति गाथार्थः ॥१५९१॥ ટીકાર્ય
ઔચિત્યથી–ઉચિતપણાથી, યથાઆગમ=શાસ્ત્રાનુસારે, અસપત્ન એવા શુભયોગો પ્રાયઃ અભ્યસ્ત છે, તેઓને યથાસમય= યથાકાળ=કાળને અનુરૂપ, આનો=મરણયોગનો, આ પણ સમય સૂત્રમાં શાસ્ત્રમાં, અમરણધર્મવાળા વીતરાગ વડે ઉચિત નિર્દેશાયો છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
સંયમના સર્વ યોગો અન્ય બળવાન યોગોનો નાશ ન થાય તે રીતે જ શાસ્ત્રવચનાનુસાર ઔચિત્યપૂર્વક સેવવામાં આવે તો સેવાયેલ તે શુભયોગોને અસપત્ન યોગો કહેવાય. અને જે મહાત્માએ આગમાનુસાર અસપત્ન એવા શુભ યોગો પ્રાયઃ સુઅભ્યસ્ત કર્યા હોય, તે મહાત્માઓ હંમેશાં સર્વ પ્રવૃત્તિકાળમાં સ્વશક્તિના પ્રકર્ષથી વીતરાગતાને અનુકૂળ યત્ન કરી શકે છે. તેથી તેવા મહાત્માને ઉચિત કાળે મરણયોગ સ્વીકારવો પણ ઉચિત છે, એમ શાસ્ત્રમાં અમરણધર્મવાળા વીતરાગે કહેલ છે. તેથી તે વખતે તે મહાત્મા મરણયોગને સ્વીકારે નહીં, તો તેઓના સર્વ યોગો અસપત્ન યોગ બને નહીં; કેમ કે તેઓએ તે કાળે ઉચિત એવા મરણયોગના સ્વીકારની ઉપેક્ષા કરીને અન્ય યોગોમાં યત્ન કર્યો, જેથી તે યોગો સપત્ની બને છે.
વળી અહીં કહ્યું કે, “જેઓએ અસપત્ન એવા શુભયોગો અભ્યસ્ત કર્યા છે, તેઓને ઉચિત કાળે મરણયોગ ઉચિત છે” તેનાથી એ ફલિત થાય છે, જેમણે પૂર્વે અસપત્નયોગો સેવ્યા નથી, પરંતુ સ્વરુચિ અનુસાર યોગો સેવ્યા છે, તેઓને સેવેલા તે તે યોગો દ્વારા ઉચિત ભાવોની વૃદ્ધિ સમ્યફ થયેલી નથી, પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org