SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / દ્રવ્યસંખના/ ગાથા ૧૫૮૪-૧૫૮૫ ૨૧ ગાથા : आहऽप्पवहणिमित्तं एसा कह जुज्जई जइजणस्स । समभाववित्तिणो तह समयत्थविरोहओ चेव ॥१५८४॥ અન્વયાર્થ : મદ-માદથી પૂર્વપક્ષી શંકા કરે છે – =આ=સંલેખના, મMવનિમિત્તે આત્મવધના નિમિત્તે છે, સમાવિત્તિને નફU/સં=સમભાવની વૃત્તિવાળા યતિજનને દ ગુજ્ઞ ?=કઈ રીતે ઘટે ? તદતથા સમયવિરોદમો ચેવ=સમયાર્થનો વિરોધ હોવાથી જ (કઈ રીતે ઘટે ?) ગાથાર્થ : સાદથી પૂર્વપક્ષી શંકા કરે છે – સંલેખના આત્મવધના નિમિત્તે છે, સમભાવની વૃત્તિવાળા યતિજનને કઈ રીતે ઘટે ? તથા સમયાર્થનો વિરોધ હોવાથી જ કઈ રીતે ઘટે? ટીકા? आह-आत्मवधनिमित्तमेषा-संलेखना, कथं युज्यते ? यतिजनस्य समभाववृत्तेः सतः, तथा समयार्थविरोधतश्चैवेति गाथार्थः ॥१५८४॥ ટીકાર્ય : કહે છે–પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે – આ=સંલેખના, આત્મવધના નિમિત્તે છે. સમભાવની વૃત્તિવાળા છતા યતિજનને કઈ રીતે ઘટે? તથા સમયાર્થનો શાસ્ત્રાર્થનો, વિરોધ હોવાથી જ, કઈ રીતે ઘટે? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં સંલેખનાની વિધિ બતાવી અને તે રીતે સંલેખના નહીં કરવામાં પ્રાપ્ત થતા દોષો બતાવ્યા. ત્યાં કોઈ શંકા કરે કે સંલેખના દેહના નાશ દ્વારા આત્મવધનું કારણ છે અને સાધુઓ સર્વ ભાવો પ્રત્યે સમભાવવાળા હોય છે, તેથી તેઓને જીવન-મૃત્યુ પ્રત્યે પણ સમભાવ હોય છે. આથી સર્વત્ર સમભાવવાળા સાધુઓને પોતાના વધને અનુકૂળ પ્રવૃત્તિ કઈ રીતે ઘટે ? અર્થાત્ ન જ ઘટે. વળી શાસ્ત્રમાં પણ હિંસાનો નિષેધ કરાયો છે, માટે શાસ્ત્રવચન સાથે પણ વિરોધ હોવાથી સાધુઓને આત્મવધની પ્રવૃત્તિ કઈ રીતે ઘટે? અર્થાત્ ન જ ઘટે. આ પ્રકારનો શંકાકારનો આશય છે. ૧૫૮૪ અવતરણિકા : विरोधमाह - અવતરણિકાર્ય : વિરોધને કહે છે–પૂર્વગાથામાં કહ્યું કે શાસ્ત્રાર્થનો વિરોધ હોવાથી જ યતિજનને સંલેખના કઈ રીતે ઘટે? તેથી હવે તે સંલેખના સાથે શાસ્ત્રાર્થના વિરોધને સ્પષ્ટ કરે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy