SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન | ગાથા ૧૫૬૦-૧૫૧ ૨૩૩ વળી ભગવાનની આજ્ઞા છે કે અપ્રમાદથી ચારિત્રમાં ઉદ્યમ કરવો જોઈએ અને શક્તિ હોય તો અન્ય યોગ્ય જીવોને પણ ચારિત્રમાં દઢ પ્રવર્તાવવા જોઈએ. આવા શુભ આશયથી વિરકલ્પિક સાધુઓ અન્ય યોગ્ય જીવોમાં નિર્વાણની પ્રાપ્તિનું કારણ એવા શ્રેષ્ઠ ચારિત્રને અર્થાત્ ભાવચારિત્રને, પ્રગટ કરે છે. આમ, સ્થવિરવિહારમાં ઉદ્યમ કરવાથી પોતાના ચારિત્રની પણ વિશુદ્ધિ થાય છે અને અન્યમાં પણ ભાવચારિત્રની નિષ્પત્તિ થાય છે, તેમ જ નિષ્પન્ન થયેલું ભાવચારિત્ર પ્રકર્ષવાળું થાય છે. માટે સ્થવિરવિહારમાં થતા સ્વ-પરના ઉપકારથી અન્ય કોઈ ઉપકાર પ્રધાનતર નથી. આથી સ્થવિરવિહાર મહાન છે. આ પ્રકારનો અન્ય કેટલાક આચાર્યોનો આશય છે. /૧૫૬oll ગાથા : अच्चंतिअसुहहेऊ एअं अण्णेसि णिअमओ चेव । परिणमइ अप्पणो वि हु कीरंतं हंदि एमेव ॥१५६१॥ અન્વયાર્થ: અવંતિકસુદેdi=આત્યંતિક સુખનો હેતુ એવું આ=ચરણ, મણિ શીતં અન્યોને કરાતું અન્ય જીવોમાં પ્રગટ કરાતું, વ=આ રીતે જ આત્યંતિક સુખના હેતુપણારૂપે જ, 33મો ચેવ=નિયમથી જ પૂom વિ=પોતાને પણ પરામરૃપરિણમે છે. * દુ' વાક્યાલંકારમાં છે. » ‘રિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ : આત્યંતિક સુખનો હેતુ એવું ચરણ અન્ય જીવોમાં પ્રગટ કરાતું આત્યંતિક સુખના હેતુપણારૂપે જ નિયમથી જ પોતાને પણ પરિણમે છે. ટીકા? आत्यन्तिकसुखहेतुरेतत्-चरणमन्येषां भव्यप्राणिनां नियमेनैव परिणमति आत्मनोऽपि क्रियमाणमप्येषां हन्येवमेव-आत्यन्तिकसुखहेतुत्वेनेति गाथार्थः ॥१५६१॥ ટીકાર્ય : અન્ય ભવ્ય પ્રાણીઓને કરાતું એવું પણ આત્યંતિક સુખનો હેતુ એવું આકચરણ=ભાવચારિત્ર, આ રીતે જ=આત્યંતિક સુખના હેતુપણારૂપે જ, નિયમથી જ આત્માને પણ=પોતાને પણ, પરિણમે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે સ્વ-પરના ઉપકારથી અન્ય કોઈ ઉપકાર પ્રધાનતા નથી. ત્યાં પ્રશ્ન થાય કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy