SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ સંલેખનાવસ્તુક / અશ્રુધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૫૯-૧૫૬૦ સ્વનો અને ૫૨નો મહાન ઉપકાર થતો હોવાથી અભ્યુદ્યત વિહાર કરતાં પણ સ્થવિરવિહાર પ્રધાન છે. આ પ્રકારનો અન્ય કેટલાક આચાર્યોનો અભિપ્રાય છે. ૧૫૫૯॥ અવતરણિકા : પૂર્વગાથામાં સ્થવિરવિહારને અભ્યુદ્યુત વિહાર કરતાં પ્રધાન સિદ્ધ કરવા યુક્તિ આપી કે ‘જે કારણથી સ્વ-પરનો ઉપકાર મહાન છે,’ એ યુક્તિને જ બે ગાથામાં સ્પષ્ટ કરે છે ગાથા: ण य एत्तो उवगारो अण्णो णिव्वाणसाहणं परमं । जं चरणं साहिज्जइ कस्सइ सुहभावजोएण ॥ १५६०॥ અન્વયાર્થઃ પત્તો ય અબ્જો વગારો =અને આનાથી અન્ય ઉપકાર નથી=સ્વ-પરના ઉપકારથી અન્ય પ્રધાનતર ઉપકાર નથી; નં–જે કારણથી મુદ્દમાવનોĪ=શુભભાવના યોગથી K$=કોઈકનું જિજ્વાળસાન્નાં પરમં ચરÍ=નિર્વાણનું સાધન એવું પરમ ચરણ સાહિબ્નફ=સધાય છે=પ્રગટ કરાય છે. ગાથાર્થ: અને સ્વ-પરના ઉપકારથી અન્ય પ્રધાનતર ઉપકાર નથી; જે કારણથી શુભભાવના યોગથી કોઈકનું નિર્વાણને સાધનાનું શ્રેષ્ઠ ચારિત્ર પ્રગટ કરાય છે. ટીકા न चात उपकारो ऽन्यः प्रधानतरः, निर्वाणसाधनं परमं यच्चरणं साध्यते कस्यचित्प्राणिनः शुभभावयोगेन हेतुना इति, न लब्ध्याद्यपेक्षयेति गाथार्थः ॥ १५६० ॥ ટીકા અને આનાથી=સ્વ-પરના ઉપકારથી, અન્ય પ્રધાનતર ઉપકાર નથી; જે કારણથી-શુભભાવના યોગરૂપ હેતુથી, લબ્ધિ આદિની અપેક્ષાથી નહીં-કોઈક પ્રાણીનું નિર્વાણનું સાધન એવું પરમ ચરણ સધાય છે=પ્રગટ કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે યુક્તિથી પણ સ્થવિરવિહાર અભ્યુદ્યત વિહારથી પ્રધાન છે, તેને સ્પષ્ટ કરતાં કહે છે કે સ્થવિરકલ્પિક મહાત્માઓ સર્વથા અપેક્ષા વગરના થઈને ચારિત્ર પાળે છે અને અન્યનો ઉપકાર કરે છે, પરંતુ પોતાને લબ્ધિઓ પ્રાપ્ત થાય, પર્ષદાની વૃદ્ધિ થાય ઇત્યાદિ આશંસાથી ચારિત્રનું પાલન કરતા નથી; ફક્ત ‘ભગવાનની આજ્ઞાનું પાલન કરીને મારે વીતરાગ થવું છે' તેવા શુભ આશયથી અન્યને ચારિત્ર પ્રદાનમાં ઉદ્યમ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy