________________
૧૮૧
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૧૯-૧૫૨૦ ટીકા?
सर्वत्र निरपेक्षः सन् प्रारब्धमेव दृढं समापयन् वर्त्तते एष महात्मा जिनकल्पिकः क्लिष्टकर्मक्षयनिमित्तमिति गाथार्थः ॥१५१९॥
ટીકાર્ય :
ક્લિષ્ટ કર્મના ક્ષયનિમિત્તે સર્વત્ર નિરપેક્ષ છતા આકજિનકલ્પિક, મહાત્મા પ્રારબ્ધને જ દેઢ સમાપન કરતા=પોતે પ્રારંભેલ એવા જિનકલ્પનું જ દઢ રીતે વહન કરતા, વર્તે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
અનાદિકાળથી આત્મામાં બાહ્ય પદાર્થો સાથે સંશ્લેષનો પરિણામ કરાવે તેવાં ક્લિષ્ટ કર્મો વિદ્યમાન છે અને તે રીતે સંગ કરવાના સંસ્કારો પણ આત્મા પર વિદ્યમાન છે, તે ક્લિષ્ટ કર્મો તે સંગના સંસ્કારોને પ્રગટ કરીને જીવને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. આવાં ક્લિષ્ટ કર્મોનો ક્ષય કરવા માટે જિનકલ્પિક મહાત્માઓ સર્વત્ર નિરપેક્ષ થઈને, પોતે જે જિનકલ્પરૂપ કૃત્યનો પ્રારંભ કરેલ છે તેનું દઢ રીતે સમાપન કરતા વર્તે છે, અર્થાત્ જિનકલ્પિકે સર્વ ઉદ્યમથી અસંગભાવની વૃદ્ધિને અનુકૂળ આત્માને સંપન્ન કરવાનું કૃત્ય પ્રારંભેલ છે, તે પ્રારંભેલ કૃત્યને નિષ્ઠા સુધી પહોંચાડવા માટે તેઓ જગતના સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થઈને વીતરાગના વચનરૂપ શ્રુતથી આત્માને દઢ રીતે વાસિત કરતા વર્તે છે, જેથી તે શ્રુતના સંસ્કારો આત્મામાં સ્થિર થવાથી અનાદિના સંગના સંસ્કારો ક્ષીણ-ક્ષીણતર થાય છે અને સંગને પેદા કરવામાં કારણીભૂત ક્લિષ્ટ કર્મોનો ક્ષય થાય છે. આથી જિનકલ્પિક મહાત્માને અપવાદિક આલંબન વિદ્યમાન નથી, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. ૧૫૧લા
અવતરણિકા :
निष्प्रतिकर्मद्वारमधिकृत्याह - અવતરણિકાર્ય : નિષ્પતિક*દ્વારને આશ્રયીને જિનકલ્પિકની મર્યાદાને કહે છે –
ગાથા :
णिप्पडिकम्मसरीरो अच्छिमलाई वि णावणेइ सया ।
पाणंतिए वि अ तहा वसणंमि न वट्टई बीए ॥१५२०॥ અન્વયાર્થ : fપમ્પીરો નિષ્પતિકર્મશરીરવાળા છિમનારૂં વિ=અમિલાદિને પણ સા=સદા ક્યારેય,
વોડ્ર=દૂર કરતા નથી, તી મ=અને તે રીતે પાછાંતિ. વિ વસમિ=પ્રાણાંતિક પણ વ્યસનમાં વિ=દ્વિતીયમાં=અપવાદમાં, ન વટ્ટ=વર્તતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org