________________
સંલેખનાવસ્તુક / અશ્રુધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૪૯૮-૧૪૯૯, ૧૫૦૦
ભાવાર્થ:
જિનકલ્પ સ્વીકારનાર મહાત્મા જિનકલ્પ સ્વીકારતી વખતે અપ્રમાદભાવવાળા હોય છે, તોપણ તેઓ સર્વથા વેદના ઉદય વગરના હોતા નથી; કેમ કે વેદનો સર્વથા અભાવ નવમા ગુણસ્થાનકમાં થાય છે. તેથી જિનકલ્પ સ્વીકારતી વખતે જિનકલ્પિકને પુરુષવેદનો કે નપુંસકવેદનો ઉદય હોય છે, પરંતુ સ્ત્રીવેદનો ઉદય હોતો નથી.
આશય એ છે કે જિનકલ્પ સ્વીકારનાર વ્યક્તિ અવશ્ય પુરુષ હોય છે, અને પુરુષને મોહના પરિણામરૂપે ત્રણ વેદોમાંથી કોઈપણ એક વેદ અવશ્ય એક કાળમાં વર્તતો હોય છે; જ્યારે જિનકલ્પ સ્વીકારતી વખતે જિનકલ્પિક સાધુને તેવા પ્રકારના સ્વભાવથી સ્ત્રીવેદનો ઉદય સંભવતો નથી, અને પુરુષવેદ કે નપુંસકવેદમાંથી જે એક વેદ વર્તતો હોય તે વેદ પણ વ્યક્તરૂપે વિકાર કરાવનારો હોતો નથી; તેથી જેમ સાકરના કણિયામાં સાકરનું માધુર્ય હોવા છતાં તે વ્યક્તરૂપે અનુભવાતું નથી, તેમ જિનકલ્પિકમાં વેદનો ઉદય વર્તતો હોવા છતાં વિશુદ્ધ ઉપયોગને કારણે તે વ્યક્તરૂપે કોઈ કાર્ય કરતો નથી. આથી જ કહ્યું કે જિનકલ્પિકને પ્રવૃત્તિકાળમાં શુદ્ધ એવો પુરુષવેદ કે નપુંસકવેદ હોય છે.
વળી જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પિક ક્યારેક વેદવાળા, તો ક્યારેક અવેદવાળા પણ હોય. અવેદવાળા ક્યારે હોય ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે જિનકલ્પિક ઉપશમશ્રેણી માંડે અને તેમાં વેદનો ઉપશમ કરે ત્યારે તેઓ અવેદવાળા થાય છે, પરંતુ જિનકલ્પિક વેદની ક્ષપણાથી અવેદવાળા થતા નથી; કેમ કે શાસ્ત્રમાં જિનકલ્પિકને તે જન્મમાં કેવળજ્ઞાનનો પ્રતિષેધ કર્યો છે, તેથી જિનકલ્પિક તે ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકે નહીં, અને વેદની સર્વથા ક્ષપણા ક્ષપકશ્રેણીમાં જ થાય છે. માટે જિનકલ્પિક વેદના ઉપશમને આશ્રયીને અવેદવાળા હોય, પરંતુ વેદના ક્ષયને આશ્રયીને અવેદવાળા હોય નહીં. ૧૪૯૮/૧૪૯૯
અવતરણિકા :
कल्पद्वारमधिकृत्याह -
અવતરણિકાર્થ:
કલ્પદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે
ગાથા:
૧૫૯
ठिमट्ठिए अ कप्पे आचेलक्काइएसु ठाणेसुं ।
सव्वेसु ठिआ पढमो चउ ठिअ छसु अट्ठिआ बिइओ ॥१५००॥
Jain Education International
અન્વયાર્થ :
સિન્નિદ્ સ પ્પ=સ્થિત અને અસ્થિત કલ્પમાં (જિનકલ્પિક હોય છે.) આશ્વેતામુ સવ્વસુ તાળેનું=આચેલક્યાદિ સર્વ સ્થાનોમાં (જેઓ) વિ=સ્થિત હોય, (તેઓનો) પઢો=પ્રથમ છે=સ્થિતકલ્પ હોય છે; ચડ વિગ નુ પ્રક્રિયા=(જેઓ) ચારમાં સ્થિત-છમાં અસ્થિત હોય, (તેઓનો) વિઓ=દ્વિતીય છે=અસ્થિતકલ્પ હોય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org