________________
૧૩૧
સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૦પ-૧૪૦૬, ૧૪૦૦ ભિક્ષાટન કરે છે એ રીતે, વીથીઓમાં વિહાર દ્વારા અનિયત વૃત્તિવાળા તેમને=જિનકલ્પીને, જોઈને અનિયમરૂપ કારણથી શ્રાદ્ધ પણ પ્રાણીઓનીજિનકલ્પિક પ્રત્યે શ્રદ્ધાવાળા પણ ગૃહસ્થોની, તેના આરંભમાં=જિનકલ્પિક નિમિત્તક આરંભમાં, પ્રવૃત્તિ થતી નથી; અને અનિયતત્વાદિભાવરૂપે તે પ્રકારે વારણને કારણે=ગાથા ૧૪૬૫માં બતાવ્યું એમ નિયતા વસતિય:' ઇત્યાદિ પ્રકારે આધાકર્માદિ કૃત્યનું જિનકલ્પી નિવારણ કરતા હોવાને કારણે, શ્રાદ્ધની પણ જિનકલ્પિક નિમિત્તક આરંભમાં પ્રવૃત્તિ થતી નથી, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
જિનકલ્પિક શ્રુતાતિશયવાળા હોવાથી કોઈક ગૃહસ્થ જિનકલ્પી નિમિત્તે પ્રચ્છન્ન રીતે આરંભ કર્યો હોય તોપણ તેઓ તે આરંભને જાણી શકે છે, તેથી તેઓને ક્યારેય દોષિત ભિક્ષાગ્રહણનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી; આમ છતાં તેઓ પોતે રહ્યા હોય તે ક્ષેત્રમાં છ વીથીઓની કલ્પના ન કરે તો, તેમને વારંવાર પોતાની વીથીમાં ભિક્ષાટન કરતા જોઈને તેમના પ્રત્યેની ભક્તિવાળા ગૃહસ્થો તેમના નિમિત્તે આરંભ કરે; વળી છે વિથિીઓની કલ્પના કર્યા પછી પણ જો તેઓ છયે વીથીઓમાં ક્રમસર ભિક્ષાટન કરે તો, તેમના પ્રત્યેની ભક્તિવાળા ગૃહસ્થો તેમને ક્રમસર ભિક્ષાટન કરતા જોઈને નક્કી કરે કે આ મહાત્મા આજે આ વીથીમાં ગયા છે, માટે કાલે આપણી વીથીમાં પધારશે, જેથી તેઓ તે મહાત્મા નિમિત્તે આરંભ કરે.
આથી આવા આરંભનો પરિહાર કરવા માટે જિનકલ્પી મહાત્મા, પોતે રહ્યા હોય તે ક્ષેત્રમાં છ વિભાગની કલ્પના કરીને એકેક વિભાગમાં અનિયત ક્રમથી ભિક્ષાટન કરે છે, જેથી તેઓનું અનિયત ભિક્ષાટન જોઈને તેઓ પ્રત્યે શ્રદ્ધાવાળા પણ ગૃહસ્થો તેમના નિમિત્તે આરંભ કરતા નથી.
વળી પૂર્વમાં બતાવ્યું તેમ કોઈક સ્ત્રી ભક્તિવશ થઈને તેમના નિમિત્તે આરંભ કરવાનું કહે, તોપણ તેઓ ગાથા ૧૪૬૫માં બતાવ્યું તેમ તે આરંભનું નિવારણ કરવા માટે, “શ્રમણોની અનિયત વસતિ હોય છે” એ પ્રમાણે કહીને તે આરંભનું વારણ કરે છે. તેથી પણ આ મહાત્માનું ભિક્ષાર્થે આગમન અનિયત ભાવવાળું છે એમ જણાવવાથી શ્રદ્ધાવાળા પણ ગૃહસ્થો તેમના નિમિત્તે આરંભ કરતા નથી.
આથી જ જિનકલ્પિકોનો આચાર છે કે જે વીથીમાં ભિક્ષા અર્થે ગયા હોય, તે વીથીમાં સાતમા દિવસે જ ફરીથી ભિક્ષા અર્થે જાય છે, તે પૂર્વે નહીં. આથી ફલિત થાય કે જે ઘરમાં જિનકલ્પિક નિમિત્તે આરંભ થયો હોય તે ઘર એક કે બે દિવસ આધાકર્મવાળું બને છે, પછીના ત્રણ દિવસો પૂતિવાળું બને છે, તેથી તે ઘર જિનકલ્પિક માટે છે કે સાત દિવસ અકથ્ય છે, પછી કહ્ય છે; છતાં તે વીથીમાં પણ તેઓ સાત દિવસ પૂર્વે ભિક્ષાટન કરતા નથી, જેથી તે વીથીમાં રહેલા તે ઘરે પણ સાત દિવસ પહેલાં જવાનો પ્રસંગ તેઓને પ્રાપ્ત થતો નથી. ll૧૪૭૫/૧૪૭૬ll અવતરણિકા:
गच्छवासिनामेवमकुर्वतामदोषमाह - અવતરણિકાર્ય :
આ પ્રમાણે નહીં કરતા એવા ગચ્છવાસીઓના અદોષને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org