________________
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૦૩-૧૪૦૪, ૧૪૦૫-૧૪૦૬
ટીકાર્થ:
હે ચોદક! જો આ રીતે પણ અહીં=પૂર્વગાથામાં કહ્યું એ રીતે પણ પ્રથમ દિવસમાં, કોઈક પ્રચ્છન્ન જ કર્માદિને કરે, તેને આ=જિનકલ્પિક, નથી જાણતા એમ નહીં જ, શ્રુતના અતિશયના યોગરૂપ કારણથી તેને પ્રચ્છન્ન કરાયેલા આધાકર્માદિ કૃત્યને, ભગવાન જાણે જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે પૂર્વે ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું તે પ્રમાણે શ્રદ્ધાવાળી કોઈક સ્ત્રી જિનકલ્પિકને કહે કે “કાલે હું સુંદર ભોજન તમને આપીશ” તો જિનકલ્પિક નક્કી કરી લે કે આ ઘર અકથ્ય છે; પરંતુ કોઈક ગૃહસ્થ પોતાના નગરમાં જિનકલ્પિક મહાત્મા આવેલા જાણીને તેમના નિમિત્તે પ્રથમ દિવસે જ અકથ્ય એવા ભક્તાદિ બનાવે અને વહોરાવતી વખતે તે મહાત્માને કંઈ કહે નહીં, તો જિનકલ્પિક કઈ રીતે જાણી શકે કે આ ભક્તાદિ અકથ્ય છે? અર્થાત નહીં જાણવાને કારણે જિનકલ્પિક અકથ્ય એવી તે ભિક્ષા ગ્રહણ કરી લે તેવો સંભવ છે. આ પ્રકારનો પ્રશ્નકારનો આશય છે.
તેને ગ્રંથકારશ્રી ઉત્તર આપતાં કહે છે કે જો આ રીતે પણ પ્રથમ દિવસે કોઈક શ્રદ્ધાવાળો ગૃહસ્થ જિનકલ્પી નિમિત્તે પ્રચ્છન્ન રીતે જ આધાકદિ કૃત્ય કરે તોપણ, જિનકલ્પી મહાત્મા શ્રુતના અતિશયવાળા હોવાથી, આ પિંડ અશુદ્ધ છે એમ નથી જાણતા એવું નહીં, અર્થાત્ તેઓ અવશ્ય અશુદ્ધ પિંડને જાણે જ છે. આથી તેઓને સ્થવિરકલ્પિક સાધુઓની જેમ ગૃહસ્થના વચનથી અશુદ્ધ પિંડના નિર્ણયની અપેક્ષા નથી. I/૧૪૭૩/૧૪૭૪
અવતરણિકા :
પૂર્વગાથામાં શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું કે શ્રુતાતિશયના યોગથી પ્રચ્છન્ન રીતે પણ કરાયેલા આધાકર્માદિ કૃત્યને જિનકલ્પી જાણે જ છે. ત્યાં પ્રશ્ન થાય કે જો શ્રુતાતિશયના યોગથી જિનકલ્પી દોષિત ભિક્ષાનો નિર્ણય કરી શકતા હોય, તો તેઓ આરંભના વર્જન માટે છ વીથીઓની કલ્પના કેમ કરે છે? તેના સમાધાન માટે કહે છે –
ગાથા :
एसो उण से कप्पो जं सत्तमगम्मि चेव दिवसम्मि ।
एगत्थ अडइ एवं आरंभविवज्जणणिमित्तं ॥१४७५॥ અન્વયાર્થ :
૩UT=વળી તેમનો=જિનકલ્પીનો, પક્ષો પો=આ કલ્પ છે; બં=જે પર્વ વિવMorળમિત્ત-આ રીતે ગાથા ૧૪૫૯માં બતાવ્યું એ રીતે, આરંભના વિવર્જનના નિમિત્તે ત્ય=એકત્ર=એક વીથીમાં, સમષિ વેવ દિવસમ=સાતમા જ દિવસે અટન કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org