SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૬૬, ૧૪૬૦ થી ૧૪૬૯ ટીકા : __तया च अगार्या उपस्कृतमनाभोगात्, मुक्ता वीथी च तेन धीरेण द्वितीयेऽहनि, अदीनः चेतसाऽपरिश्रान्तः कायेन द्वितीयां च क्रमागतां पर्यटितो वीथीमसाविति गाथार्थः ॥१४६६॥ ટીકાર્ય અને તે અગારી વડે અનાભોગથી ઉપસ્કૃત કરાયું=જે સ્ત્રીએ જિનકલ્પિકને કહેલ કે કાલે હું તમને વિપુલ ભોજન આપીશ તે સ્ત્રી વડે જિનકલ્પિકના ઉક્તિવાળા કથનમાં અજ્ઞાનને કારણે બીજે દિવસે સુંદર ભોજન બનાવાયું. અને ધીર એવા તેના વડે=જિનકલ્પિક ઋષિ વડે, બીજા દિવસે વીથી મુકાઈ=તે સ્ત્રીના ઘરવાળી વીથી ત્યજાઈ. અને ચિત્ત વડે અદીન, કાય વડે અપરિશ્રાંત=શરીર વડે નહીં થાકેલા, એવા આ જિનકલ્પિક ઋષિ, ક્રમથી આવેલી બીજી વીથીને વિષે ગયા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં બતાવ્યું તેમ પોતાના અર્થે થતા આરંભના નિવારણ માટે તે સ્ત્રીને જિનકલ્પી મહાત્માએ કહ્યું કે શ્રમણોની અનિયત વસતિ હોય છે; તોપણ તે વિષયમાં અનાભોગને કારણે બીજે દિવસે તે સ્ત્રીએ સુંદર ભોજન અને તળેલું બનાવ્યું. અને તે સુંદર ભોજનાદિની લાલસા વગરના તે જિનકલ્પિક ઋષિ તે સ્ત્રીના ઘરવાળી વીથીમાં ગયા નહીં, પરંતુ અન્ય વીથીમાં ગયા અર્થાત્ આગલા દિવસે ભોજન નહીં કરેલ હોવા છતાં ચિત્તમાં કોઈ પ્રકારની દીનતા વગર અને ભિક્ષાટનાદિ કરવા છતાં શરીરથી નહીં થાકેલા એવા તે જિનકલ્પિક ઋષિ બીજે દિવસે ભિક્ષા અર્થે ગાથા ૧૪૫૯માં બતાવેલા ક્રમ મુજબ પ્રાપ્ત એવી બીજી વીથીમાં ગયા. ||૧૪૬૬ll અવતરણિકા: तत्रेयं व्यवस्था - અવતરણિતાર્થ : ત્યાં જિનકલ્પિક અર્થે ભોજન બન્યું હોય તેવા ઘરમાં ફરી ભિક્ષાર્થે જવાના વિષયમાં, આ=હવે કહેવાશે એ, વ્યવસ્થા છે=મર્યાદા છે – ભાવાર્થ કોઈ સ્ત્રીએ પોતાના નિમિત્તે ભોજન બનાવ્યું હોય ત્યારે જિનકલ્પિક ઋષિએ શું કરવું જોઈએ? તેના વિષયમાં મર્યાદા બતાવે છે – ગાથા : पढमदिवसम्मि कम्मं तिण्णि अ दिवसाणि पूइअं होइ । पूईसु तिसु ण कप्पइ कप्पइ तइए गए कप्पे ॥१४६७॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy