SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૬૦ ગાથા : पडिबुज्झिस्संतऽण्णे भावज्जिअकम्मओ उ पडिवत्ती । भावचरणस्स जायइ एअं चिअ संजमो सुद्धो ॥११६०॥ અન્વયાર્થ : ૩Ut uડવુસિંતે “અન્યો પ્રતિબોધ પામશે”, (એ પ્રકારના) માનવમ્પો ૩-ભાવથી અર્જિત કર્મથી વળી માવદર/ટ્સ પડિવત્તા=ભાવચરણની પ્રતિપત્તિ નાયડું થાય છે. ચિન=આ જ= ભાવચરણ જ, સુદ્ધો સંનમો શુદ્ધ સંયમ છે. ગાથાર્થ : અન્ય જીવો પ્રતિબોધ પામશે”, એ પ્રકારના ભાવથી એકઠા થયેલા કર્મથી વળી ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે, અને ભાવાસ્ત્રિ જ શુદ્ધ સંચમ છે. ટીકા? "प्रतिभोत्स्यन्तेऽन्ये प्राणिन" इति भावाज्जितकर्मणस्तु सकाशात् प्रतिपत्तिः भावचरणस्य मोक्षैकहेतोर्जायते, एतदेव-भावचरणं संयमः शुद्ध इति गाथार्थः ॥११६०॥ ટીકાર્ય : અન્ય પ્રાણીઓ પ્રતિબોધ પામશે=આ જિનભવનમાં જિનબિંબને જોઈને અન્ય જીવો પ્રતિબોધ પામશે”, એ પ્રકારના ભાવથી અર્જિત કર્મને કારણે વળી મોક્ષના એક હેતુરૂપ ભાવચરણની પ્રતિપત્તિ=પ્રાપ્તિ, થાય છે, આ જ=ભાવચરણ જ, શુદ્ધ સંયમ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: વિવેકસંપન્ન શ્રાવક જાણતો હોય છે કે “મનુષ્યજન્મ પામીને તદ્દન સંગ વગરના એવા ભાવચારિત્રમાં જ યત્ન કરવો જોઈએ, અને તે ભાવચારિત્રની પ્રાપ્તિ અર્થે ભગવાનની ભક્તિ કરવી જોઈએ.” વળી ગાથા ૧૧૨૮માં બતાવેલ કે જિનમંદિરમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવતી વખતે શ્રાવક શુભ અધ્યવસાય કરે છે કે “આ જિનભવનમાં જિનબિંબને જોઈને અન્ય પણ ભવ્ય જીવો પ્રતિબોધ પામશે અને સંયમરૂપ ધર્મને કરશે અર્થાત્ પારમાર્થિક સંયમના સ્વરૂપની ઉપસ્થિતિપૂર્વક તેવું સંયમ મારા નિર્માણ કરાયેલા જિનભવનથી યોગ્ય જીવોને પ્રાપ્ત થશે.” આવા પ્રકારના ઉત્તમ આશયોથી અર્જન કરાયેલા અને ચારિત્ર પ્રત્યે બદ્ધરાગ ઉત્પન્ન કરે એવા પુણ્યાનુબંધી પુણ્ય કર્મના ઉદયથી તે શ્રાવકના આત્માને મોક્ષના એક કારણ એવા ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે, જે ભાવચારિત્ર શુદ્ધ સંયમરૂપ છે અર્થાત્ કર્મબંધ અટકાવવાને અનુરૂપ પૂર્ણ સંવર છે, જે સંવર પ્રકર્ષને પામીને વીતરાગતા, કેવલજ્ઞાન અને અંતે યોગનિરોધ દ્વારા મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થનાર છે. I/૧૧૬૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy