________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૫૯
ર
ગાથા :
तत्थ वि अ साहुदंसणभावज्जिअकम्मओ उ गुणरागो ।
काले अ साहुदसणमहक्कमेणं गुणकरं तु ॥११५९॥ અન્વયાર્થ :
સાદુવંસીમાનો મંત્ર અને સાધુદર્શનના ભાવથી અર્જિત કર્મથી તત્ત્વ વિ=ત્યાં પણ=સુગતિમાં પણ, ગુરાનો ગુણનો રાગ થાય છે, =અને કાળમાં સાદુવંસ સાધુનું દર્શન મહેશ્ચમેvi યથાક્રમથી ગુણ ગુણકર થાય છે. * ગાથાના પૂર્વાર્ધમાં રહેલો ‘૩' અને ગાથાના ઉત્તરાર્ધમાં રહેલો “તુ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
અને સાધુદર્શનના ભાવથી એકઠા થયેલા કર્મચી સુગતિમાં પણ ગુણનો રાગ થાય છે, અને કાળે કરીને સાધુનું દર્શન યથાક્રમથી ગુણને કરનારું થાય છે. ટીકા?
तत्राऽपि च-सुगतौ साधुदर्शनभावार्जितकर्मणस्तु सकाशाद् गुणरागो भवति, काले च साधुदर्शनं जायते यथाक्रमेण गुणकरं तत एवेति गाथार्थः ॥११५९॥ * “તસ્થ વિ'માં ‘પિ'થી એ પ્રાપ્ત થાય કે સાધુદર્શનના ભાવથી અર્જિત કર્મથી આ જન્મમાં પ્રાપ્ત થયેલ મનુષ્યગતિમાં તો ગુણનો રાગ થાય છે, પરંતુ ત્યાં પણ અન્ય જન્મમાં પ્રાપ્ત થયેલ સુગતિમાં પણ, ગુણનો રાગ થાય છે. ટીકાર્ય :
અને સાધુદર્શનના ભાવથી અજિત એવા કર્મને કારણે ત્યાં પણ=સુગતિમાં પણ, ગુણનો રાગ થાય છે, અને તેનાથી જ=ગુણનો રાગ થવાથી જ, કાળમાંaઉચિત કાળમાં, સાધુનું દર્શન યથાક્રમથી ગુણને કરનારું થાય છે અર્થાતું સાધુનું દર્શન થયા પછી પોતાને સાધુ પાસે તત્ત્વનું શ્રવણ કરવાની રુચિ થાય વગેરે ઉચિત પ્રવૃત્તિના ક્રમથી તે સાધુનું દર્શન લાભ કરનારું થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા ૧૧૨૭માં બતાવેલ કે જિનમંદિરમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવતી વખતે શ્રાવક શુભ અધ્યવસાય કરે છે કે “આ જિનભવનમાં લોકોત્તમ પુરુષના બિંબને વંદન કરવા આવેલા મોક્ષને સાધનારા સાધુ ભગવંતોને હું જોઈશ, તેઓનાં દર્શનથી મારું આ જિનભવનનિર્માણાદિ કૃત્ય સફળ થશે.” આવા પ્રકારના જિનબિંબના પ્રતિષ્ઠાપનકાળમાં થયેલા શુભ આશયથી અર્જન કરાયેલા પુણ્યાનુબંધી પુણ્ય કર્મના ઉદયથી સુગતિમાં ગયેલા તે શ્રાવકના આત્માને અનેક પ્રકારની ભોગસામગ્રી મળવા છતાં ગુણનો રાગ થાય છે; કેમ કે વિવેકી શ્રાવક સાધુના ગુણોના સ્મરણપૂર્વક તેવા ઉત્તમ સાધુના દર્શનનો અભિલાષ કરે છે, ત્યારે તેનામાં ગુણો પ્રત્યેનો રાગ વર્તે છે, રાગના સંસ્કારો જાગૃત થાય છે, અને તે ગુણના રાગને કારણે ઉચિત કાળે તેને ગુણસંપન્ન સાધુઓનું દર્શન થાય છે, જેથી સદ્ગતિમાં પણ તે શ્રાવકના આત્માને કલ્યાણની પરંપરાનું કારણ બને તેવા ઉત્તમ ભાવો પ્રગટે છે. I/૧૧પલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org