SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૫૮-૧૧૫૯ અન્વયાર્થ: નહીં જ કારણથી નિર્વિવપફટ્ટાવUTમાનકમ્પપરિફવસે-જિનબિંબના પ્રતિષ્ઠાપનના ભાવથી અર્જિત કર્મની પરિણતિના વશથી મuો આત્માનું સુરસુગતિમાં સંસદા મë અનઘ=નિર્દોષ, એવું પટ્ટાવUાં પ્રતિષ્ઠાપન થાય છે. ગાથાર્થ: જે કારણથી જિનબિંબનું પ્રતિષ્ઠાપન કરવાના ભાવથી અર્જન થયેલા કર્મની પરિણતિના વશથી આત્માનું સુગતિમાં સદા નિર્દોષ એવું પ્રતિષ્ઠાપન થાય છે. ટીકા : ___ जिनबिम्बप्रतिष्ठापनभावार्जितकर्मपरिणतिवशेन-एतत्सामर्थ्येन सुगतौ प्रतिष्ठापनमनघं सदाऽऽत्मनो यस्मात् कारणादिति गाथार्थः ॥११५८॥ ટીકાર્ય : જે કારણથી જિનબિંબના પ્રતિષ્ઠાપનના ભાવથી અર્જિત કર્મપરિણતિના વશથી=આના સામર્થ્યથી= જિનબિંબનું પ્રતિષ્ઠાન કરતી વખતે થયેલ ભાવથી એકઠા થયેલા પુણ્યના સામર્થ્યથી, આત્માનું સુગતિમાં સદા અનઘ=નિર્દોષ, એવું પ્રતિષ્ઠાપન થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. * મૂળગાથાની અંતે રહેલ “નફા'નો પૂર્વગાથા સાથે આ પ્રમાણે સંબંધ છે : જે કારણથી આત્માનું સુગતિમાં સદા નિર્દોષ એવું પ્રતિષ્ઠાપન થાય છે, અને ગાથા ૧૧૫૯-૧૧૬૦માં કહેવાશે એ થાય છે, તે કારણથી, દ્રવ્યસ્તવથી કુશલબંધ થાય છે, અને કુશલબંધના વિપાકથી સુગતિ આદિની પ્રાપ્તિ, તેમ જ પરંપરાએ ભાવસ્તવની પણ પ્રાપ્તિ થાય છે, એમ પૂર્વગાથા સાથે અન્વય છે. ભાવાર્થ : વિવેકસંપન્ન શ્રાવક જાણતો હોય છે કે “વિધિપૂર્વક જિનમંદિરનું નિર્માણ કરવું, જિનબિંબની પ્રતિષ્ઠા કરાવવી, જિનબિંબની પૂજા કરવી, એ જ ખરેખર મનુષ્યભવનું સાફલ્ય છે,” તેથી જિનમંદિરમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવતી વખતે શ્રાવક પોતાના હૈયામાં પણ ભગવાનની ઉપાસ્યરૂપે ભાવથી પ્રતિષ્ઠા કરે છે, અને વિચારે છે કે “આ લોકોત્તમ પુરુષની ભક્તિ કરીને હું સંસારસાગરથી તરું.” આવા શુભ અધ્યવસાયથી અર્જન થયેલા પુણ્યાનુબંધી પુણ્ય કર્મના સામર્થ્યથી તે શ્રાવકના આત્માનું સુગતિમાં સદા નિર્દોષ એવું પ્રતિષ્ઠાપન થાય છે, અર્થાત્ સદ્ગતિ પ્રાપ્ત કર્યા પછી તે શ્રાવકનો આત્મા ભોગ-વિલાસ દ્વારા કર્મો બાંધીને દુર્ગતિની પરંપરા પ્રાપ્ત ન કરે, પરંતુ ઉત્તમ ભોગસામગ્રી પ્રાપ્ત થવા છતાં પણ યોગમાર્ગની વૃદ્ધિના ઉપાયોના સેવન દ્વારા સુગતિની પરંપરા પ્રાપ્ત કરે તેવું નિર્દોષ પ્રતિષ્ઠાપન થાય છે. /૧૧૫૮ અવતરણિકા: ગાથા ૧૧૨૬માં બતાવેલા જિનબિંબના પ્રતિષ્ઠાપનકાળમાં શ્રાવકને થયેલા શુભભાવથી અર્જિત પુણ્યાનુબંધી પુણ્ય કર્મનું ફળ પૂર્વગાથામાં બતાવ્યું. હવે ગાથા ૧૧૨૭-૧૧૨૮માં બતાવેલા શુભભાવથી અજિત પુણ્યાનુબંધી પુણ્ય કર્મનું ફળ ગાથા ૧૧૫૯-૧૧૬૦માં બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy