SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૫૫ ૫o કરનારા જીવને શુભ ભાવ કરવા માટે ભગવાનની ભક્તિને અનુકૂળ ઉત્તમ સામગ્રીની અપેક્ષા રહેતી હોવાથી, તેને સંસારસમુદ્ર તરવા માટે બાહ્ય સામગ્રીરૂપી નાવની જરૂર પડે છે; વળી અભિળંગ હોવાથી કર્મબંધ થવાને કારણે દ્રવ્યસ્તવ કરનારા જીવને અન્ય ભવની પ્રાપ્તિ થવારૂપી કાંટા પણ લાગે છે. તેમ જ દ્રવ્યસ્તવથી જ મોક્ષની પ્રાપ્તિ નહીં થતી હોવાથી દ્રવ્યસ્તવ દ્વારા જીવ સંપૂર્ણ સંસારસમુદ્ર તરી શકતો નથી, છતાં દ્રવ્યસ્તવ દ્વારા જીવ સંસારસમુદ્રમાં ડૂબવાથી બચી શકે છે; અને તે દ્રવ્યસ્તવ દ્વારા જ્યારે ભાવસ્તવને પ્રાપ્ત કરે છે ત્યારે તે જીવ સંસારસમુદ્રથી પાર પામી શકે છે. વળી જેમ – નદી વગેરે કોઈ સ્થાનમાં ડૂબતો પુરુષ પોતાના ભુજાબળથી નદી તરવા સમર્થ હોય તો તે પુરુષ પોતાની ભુજાથી નદી આદિનો પાર પામવા યત્ન કરે છે, ત્યારે તે પુરુષને કાંટા પણ લાગતા નથી અને તે પુરુષ પોતાના બાહુ દ્વારા સંપૂર્ણ નદીને તરી શકે છે. તેમ – ભાવસ્તવ, અભિવૃંગના પરિણામરૂપી વિષથી રહિત અને ભગવાનની આજ્ઞાના પાલનરૂપ ઉચિત અનુષ્ઠાનસ્વરૂપ હોવાથી, તે ભાવતવથી જીવ સંસારરૂપી સમુદ્રથી પાર ઊતરી શકે છે; અને ભાવસ્તવ કરનારા જીવને શુભ ભાવ કરવા માટે બાહ્ય કોઈ સામગ્રીની અપેક્ષા નહીં રહેતી હોવાથી, તેને સંસારસમુદ્ર તરવા માટે બાહ્ય સામગ્રીરૂપી નાવની જરૂર પડતી નથી, પરંતુ તે જીવ સ્વપરાક્રમથી જ શુભ ભાવ કરીને તરે છે; અને નિરભિવંગ ચિત્ત હોવાથી કર્મબંધ નહીં થવાને કારણે ભાવસ્તવ કરનારા જીવને અન્ય ભવની પ્રાપ્તિ થવારૂપી કાંટા પણ લાગતા નથી, તેમ જ ભાવસ્તવથી જ મોક્ષની પ્રાપ્તિ થતી હોવાથી ભાવસ્તવ દ્વારા જીવ સંસારસમુદ્ર તરી શકે છે, કેમ કે ભાવસ્તવ કરનારા જીવનું અભિવૃંગ વગરનું ચિત્ત જ પ્રકર્ષ પામે છે ત્યારે જીવને વીતરાગ બનાવે છે, વીતરાગ બનેલો જીવ કેવલજ્ઞાન પામે છે, કેવલજ્ઞાન પામ્યા પછી જીવ યોગનિરોધ કરે છે, અને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. આથી નક્કી થાય છે કે સામાયિકના પરિણામરૂપ ભાવસ્તવથી જ જીવની મુક્તિ થાય છે. ફક્ત જે સાધુ સંપૂર્ણ અભિવૃંગનો ત્યાગ કરવા અર્થે સર્વ પદાર્થો પ્રત્યે સમભાવરૂપ સામાયિકના પરિણામમાં ઉદ્યમ કરે છે, તે સાધુનો ક્ષયોપશમભાવનો સામાયિકનો પરિણામ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ક્ષાયિકભાવ તરફ જઈ રહ્યો હોય છે, છતાં જો ક્ષયોપશમભાવનો તે સામાયિકનો પરિણામ આ ભવમાં સાયિકભાવને પ્રાપ્ત ન કરી શકે, તો તે સાધુ ભવાંતરમાં ક્ષાવિકભાવના ચારિત્રની પ્રાપ્તિને અનુકૂળ શક્તિનો સંચય કરવા દેવભવમાં જાય છે, અને ત્યાં શક્તિસંચય કરીને ફરી મનુષ્યભવ પામીને ફરી સંયમ ગ્રહણ કરીને મહાપરાક્રમથી સામાયિકના પરિણામમાં યત્ન કરવા દ્વારા ક્ષાયિકભાવના ચારિત્રને પ્રાપ્ત કરે છે. આથી નક્કી થયું કે ભાવસ્તવ સાક્ષાત્ મોક્ષનું કારણ છે; કેમ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પણ દ્રવ્યસ્તવના બળથી જીવ વીતરાગતા આદિ ભાવો પ્રાપ્ત કરી શકતો નથી, પરંતુ દ્રવ્યસ્તવના સેવનના બળથી શક્તિસંચય કરીને જીવ ભાવસ્તવ પામે, અને ભાવસ્તવ પામીને જીવ ભાવસ્તવના સેવનમાં યત્ન કરે, તો ભાવસ્તવના બળથી જીવ વીતરાગતા આદિ ભાવો પ્રાપ્ત કરી શકે છે. આથી ભાવસ્તવ સ્વબાહુના બળથી સંસારસમુદ્ર તરવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy