SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૪૦-૧૧૪૧ અન્વયાર્થ: તો અને ત્યારપછી =જિનબિંબનું પ્રતિષ્ઠાપન કર્યા પછી, તો આ શ્રાવક, વિહoni-વિધાનથી= શુચિત્વાદિરૂપ વિધિથી, ત્રેિ કાળમાં, નિમર્થ નિયત, વિદ્વાનુસારું વિભવાનુસાર ગુર્વ=પોતાના વૈભવને અનુરૂપ ગૌરવવાળી, ન વUTU-જિનેન્દ્રસ્થાપનાની જિનપ્રતિમાની, પૂર્મ પૂજાને પforપ્રતિદિન રિન્ન કરે. ગાથાર્થ : અને જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવ્યા પછી શ્રાવક શુચિત્વાદિરૂપ વિધિથી, ઉચિત કાળમાં, નિયત, પોતાની સમૃદ્ધિને અનુસાર ગૌરવવાળી જિનપ્રતિમાની પૂજાને પ્રતિદિન કરે. ટીકા : ततश्च-प्रतिष्ठानन्तरं प्रतिदिनमसौ-श्रावकः कुर्यात् पूजाम्-अभ्यर्चनरूपां जिनेन्द्रस्थापनाया:प्रतिमाया इत्यर्थः, विभवानुसारगुर्वीम् उचितवित्तत्यागेन, काले उचित एव, नियतां भोजनादिवद्, विधानेन शुचित्वादिनेति गाथार्थः ॥११४०॥ ટીકાર્ય : - અને ત્યારપછી=પ્રતિષ્ઠાથી અનંતર=જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવ્યા પછી, આ=શ્રાવક, શુચિત્વાદિરૂપ વિધાનથી=પવિત્રતા વગેરે વિધિથી, ઉચિત જ કાળમાં, ભોજનાદિની જેમ નિયત એવી, ઉચિત વિત્તના ત્યાગ દ્વારા વૈભવના અનુસારથી ગૌરવવાળી જિનેન્દ્રની સ્થાપનાની=પ્રતિમાની, અભ્યર્થનરૂપ પૂજાને પ્રતિદિન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનમંદિરમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવ્યા પછી શ્રાવક ઉચિત ધનના ત્યાગપૂર્વક, પોતાના વૈભવ પ્રમાણે ગૌરવવાળી જિનપ્રતિમાની પૂજા કરે અર્થાત પોતાની શક્તિ ગોપવ્યા વગર પોતાના વૈભવને અનુરૂપ ધન ખર્ચવા દ્વારા ભગવાનની ભક્તિ માટે સારામાં સારી સામગ્રી લાવીને પૂજા કરે, પરંતુ પોતાની શક્તિને ઓળંગીને પૂજા કરે નહીં, નહીંતર પોતાને અને બીજાને ક્લેશ થાય. વળી, જે રીતે ગૃહસ્થો પ્રતિદિન ઉચિત જ કાળમાં નિયત રીતે ભોજનાદિ કરે છે, તે રીતે આવા પ્રકારની પણ પૂજા શ્રાવકે પ્રતિદિન ઉચિત જ કાળમાં નિયત રીતે કરવી જોઈએ, અને આગળની ગાથામાં કહેવાશે એ શુચિત્રાદિ વિધિપૂર્વક કરવી જોઈએ. ૧૧૪oll અવતરણિકા : एतदेवाह - અવતરણિતાર્થ : આને જ જિનપૂજાના શુચિત્વાદિરૂપ વિધાનને જ, કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy