________________
૩૪
ટીકાર્થઃ
આ=સંઘ, પૂજાયે છતે, તે વસ્તુ નથી, જે પૂજિત=અભિનંદિત, ન થાય. કયા કારણથી ? એથી કહે છે કલ્યાણથી=કલ્યાણના ઉપાયરૂપે, ભુવનમાં પણ સર્વ સ્થાને, તેનાથી=સંઘથી, ગુણસ્થાનરૂપ અન્ય પૂજ્ય= પૂજનીય, નથી, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
ચતુર્વિધ શ્રીસંઘની પૂજા કરવાથી ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરનારા સંસારવર્તી તમામ જીવોની પૂજા થઈ જાય છે, એટલું જ નહિ પણ ચતુર્વિધ શ્રીસંઘના ફળરૂપ સિદ્ધ ભગવંતોની પણ પૂજા થઈ જાય છે. તેથી કહે છે કે શ્રીસંઘ પૂજાયે છતે તેવું કાંઈ નથી કે જે પૂજા કરવા યોગ્ય હોવા છતાં પૂજા કરાયેલું ન થાય. આથી ધર્માચાર્યાદિની પૂજા કરતાં પણ ચતુર્વિધ શ્રીસંઘની પૂજા મહાન છે એમ ફલિત થયું.
અહીં કહ્યું કે ‘કલ્યાણથી પૂજ્ય નથી,' તેથી અર્થથી એ પ્રાપ્ત થાય કે અન્ય કોઈ પ્રયોજનથી સંસારમાં રાજા આદિ પૂજનીય બને છે, પરંતુ કલ્યાણના પ્રયોજનથી સંઘથી અન્ય કોઈ પૂજનીય નથી. ૧૧૩૮।। અવતરણિકા :
અહીં પ્રશ્ન થાય કે શ્રાવક સંપૂર્ણ શ્રીસંઘની પૂજા કરી શકતા નથી, પણ શ્રીસંઘના એક દેશની જ પૂજા કરી શકે છે; કેમ કે શ્રીસંઘનો સકલ લોક આશ્રય છે. આથી પૂર્વગાથામાં કહ્યા પ્રમાણે શ્રીસંઘનો એક દેશ પૂજાયે છતે સર્વ શ્રીસંઘ પૂજાયેલ કઈ રીતે થાય ? તેના સમાધાનરૂપે કહે છે –
-
ગાથા :
અન્વયાર્થઃ
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૩૮-૧૧૩૯
तप्पू आपरिणामो हंदि महाविसय मो मुणेअव्वो । सपूओ विहु देवयपूआइणाएणं ॥११३९॥
રેવયપૂત્રફળાÇાં-દેવતાની પૂજા આદિના જ્ઞાતથી=ભગવાનની પ્રતિમાના નવ અંગરૂપ ભાગની પૂજાના ઉદાહરણથી, તદ્દેસપૂત્રો વિ=તેના દેશની પૂજાથી પણ⟩શ્રીસંઘના એક ભાગની પૂજા કરવાથી પણ, તવ્યૂઝપરિણામો-તેની=શ્રીસંઘની, પૂજાનો પરિણામ મહાવિસય મો-મહાવિષયવાળો જ મુળેઞવ્યો જાણવો.
* 'હૃત્તિ' ઉપપ્રદર્શનમાં છે.
* ‘મો' વ કાર અર્થમાં છે.
* 'દુ' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થઃ
Jain Education International
ભગવાનની પ્રતિમાના નવ અંગરૂપ ભાગની પૂજાના ઉદાહરણથી શ્રીસંઘના એક ભાગની પૂજા કરવાથી પણ શ્રીસંઘની પૂજાનો પરિણામ મહાવિષયવાળો જ જાણવો.
For Personal & Private Use Only
www.jainelibrary.org