SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૨૦ અવતરણિકા : તથા – અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ભગવાન સંસારસમુદ્રથી તારનાર છે, એ પ્રકારના ભગવાનના ગુણના જ્ઞાનપૂર્વક ભગવાનનું બિંબ સ્થાપવા માટે શુદ્ધ પ્રવૃત્તિથી નક્કી શુભ આશયની વૃદ્ધિ થાય છે. વળી અન્ય કેવા પ્રકારનો શુભ આશય થાય છે? તે બતાવવા તથા'થી સમુચ્ચય કરે છે – ગાથા : पिच्छिस्सं एत्थ अहं वंदणगनिमित्तमागए साहू । कयपुन्ने भगवंते गुणरयणणिही महासत्ते ॥११२७॥ અન્વયાર્થ : સ્થ અહીં=જિનભવનમાં, જયપુ કૃતપુણ્ય, TURયળિહીગુણરત્નના નિધિ, મહાસ-મહાસત્ત્વવાળા વંનિમિત્તમા IP સાહૂ સાવંતે (ભગવાનના બિંબને) વંદનના નિમિત્તે આવેલા સાધુ ભગવંતોને મર્દ પિછાસં હું જોઈશ. ગાથાર્થ : જિન ભવનમાં કૃતપુણ્ય, ગુણોરૂપી રત્નોની ખાણ, મહાસત્ત્વવાળા, ભગવાનના બિંબને વંદન કરવા માટે આવેલા સાધુ ભગવંતોને હું જોઈશ, એ પ્રકારનો શુભ આશય થાય છે. ટીકા : __द्रक्ष्याम्यत्र भवनेऽहं वन्दननिमित्तमागतान् साधून-मोक्षसाधकान् भगवतः, किम्भूतानित्याहकृतपुण्यान् भगवतः तानेव, तथा गुणरत्ननिधीन् तानेव महासत्त्वान् द्रष्टव्यानिति गाथार्थः ॥११२७॥ ટીકાર્થ : આ ભવનમાં આ ભગવાનના મંદિરમાં, વંદનના નિમિત્તે આવેલા સાધુઓને=મોક્ષને સાધનારા ભગવંતોને, હું જોઈશ. કેવા પ્રકારના સાધુઓને હું જોઈશ? એથી કહે છે – કૃતપુણ્યવાળા, ભગવાળા= ઐશ્વર્યવાળા, એવા તેઓને જ=સાધુઓને જ, તથા ગુણરૂપી રત્નના નિધિ, મહાસત્ત્વવાળ, જોવા યોગ્ય એવા તેઓને જસાધુઓને જ, હું જોઈશ, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શ્લોકમાં બતાવ્યા એવા પ્રકારના ભાવસાધુના પારમાર્થિક સ્વરૂપને ઉપસ્થિત કરીને તેવા મહાત્માનાં મને દર્શન થશે,’ એ પ્રકારના આશયથી જે શ્રાવક જિનભવનનું નિર્માણ કરીને તેમાં જિનપ્રતિમાનું સ્થાપન કરે છે, તે શ્રાવકને તે પ્રવૃત્તિથી સુઆશયની વૃદ્ધિ થાય છે. ૧૧૨૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy