________________
૨૯૬
ટીકાર્ય
આ પણ સ્વલબ્ધિમાન=સ્વલબ્ધિને યોગ્ય ગુણોવાળા સાધુ પણ, ગુરુ સાથે કે ગુરુ વડે અપાયેલ યોગ્ય પરિવારવાળા છતા ગુરુથી પૃથક્ વિહરે છે. તેના અભાવમાં પણ=ગુરુ વડે અપાયેલ પરિવારના અભાવમાં પણ, વિધિથી જ સમાપ્તકલ્પ વડે વિહરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
પૂર્વગાથામાં બતાવ્યું એવા ગુણોવાળા સ્વલબ્ધિમાન સાધુ ગીતાર્થ હોય છે. આવા સ્વલબ્ધિમાન સાધુ પણ ગણને ધારણ કરનારા આચાર્ય સાથે વિચરે છે અને ક્યારેક કોઈ પ્રયોજનવિશેષ હોય તો ગણધર આચાર્યની આજ્ઞાથી, ગુરુએ આપેલ યોગ્ય સાધુઓરૂપ પરિવાર સાથે ગુરુથી જુદા પણ વિચરે છે; કેમ કે ગીતાર્થ હોવાથી સ્વયં શાસ્ત્રાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવા સમર્થ છે અને પોતાની સાથે વિચરતા થોડા સાધુઓની અનુવર્તના કરવા પણ સમર્થ છે. તેથી તેવા ગીતાર્થ સ્વલબ્ધિમાન સાધુને, કારણે ગુરુથી જુદા વિચરવાની ભગવાનની અનુજ્ઞા છે.
વળી તે સ્વલબ્ધિમાન સાધુને ગુરુએ આપેલા યોગ્ય સાધુઓરૂપ પરિવારનો કોઈક રીતે અભાવ પ્રાપ્ત થાય, તો તે સ્વલબ્ધિમાન સાધુ સમાપ્તકલ્પ વડે વિચરે છે, જેનું વિશેષ વર્ણન ગ્રંથકાર સ્વયં હવેની ગાથાઓમાં કરવાના છે. I૧૩૨૮॥
અવતરણિકા :
समाप्तकल्पाभिधित्सयाऽऽह
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૨૮, ૧૩૨૯-૧૩૩૦
અવતરણિકાર્ય
સમાપ્તકલ્પની અભિધિત્સાથી કહે છે –
ગાથા:
-
ભાવાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે સ્વલબ્ધિવાળા સાધુ ગુરુદત્ત યોગ્ય પરિવારના અભાવમાં પણ વિધિથી જ સમાપ્તકલ્પ વડે વિહરે છે. તેથી જિજ્ઞાસા થાય કે સમાપ્તકલ્પ એટલે શું ? આથી હવે સમાપ્તકલ્પના સ્વરૂપને કહેવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી કહે છે
+
Jain Education International
—
जाओ अ अजाओ अ दुविहो कप्पो उ होइ णायव्वो । एक्किको वि अ दुविहो समत्तकप्पो अ असमत्तो ॥ १३२९ ॥
અન્વયાર્થ:
નામો મેં અનાઓ મ-જાત અને અજાત તુવિદ્દો ૩ વ્પો-વળી દ્વિવિધ કલ્પ ળાયો ોફ-જ્ઞાતવ્ય થાય છે. પલ્લિો વિ અ=અને એકેક પણ=જાતકલ્પ અને અજાતકલ્પ એ પ્રત્યેક પણ, તુવિદ્દો-દ્વિવિધ છે. સમત્તો અસમત્તો અ-સમાપ્તકલ્પ અને અસમાપ્ત(કલ્પ.)
For Personal & Private Use Only
www.jainelibrary.org