________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૨૫
૨૧
ગાથા :
गुरुअरगुणमलणाए गुरुअरबंधो त्ति ते परिच्चत्ता ।
तदहिअनिओअणाए आणाकोवेण अप्पा वि ॥१३२५॥ અન્વયાર્થ:
ગુરુરામનVIE ગુરવંથો ગુરુતર ગુણની મલનાથી ગુરુતર બંધ થાય છે, ત્તિ આ રીતે તે તેઓ પદવી લેનાર અયોગ્ય જીવો, પરિશ્વત્તા પરિત્યક્ત થાય છે; તિિનમમ | તેઓમાં અહિતની નિયોજનાથી, મUTો=આજ્ઞાનો કોપ થવાને કારણે મUા વિ આત્મા પણ=પદવી આપનાર ગુરુ પોતે પણ, (પરિત્યક્ત થાય છે.)
ગાથાર્થ :
ગુરતર ગુણની મલનાથી ગુરતર બંધ થાય છે, આ રીતે પદવી લેનાર અયોગ્ય જીવોનો પરિત્યાગ થાય છે. તેઓમાં અહિતની નિયોજનાથી, આજ્ઞાનો કોપ થવાને કારણે પદવી આપનાર ગુરનો પોતાનો પણ પરિત્યાગ થાય છે.
ટીકાઃ
गुरुतरगुणमलनया गणधरादिपदे सत्ययोग्यानां गुरुतरो बन्ध, इति-एवं ते परित्यक्ता भवन्ति, अनर्थयोजनात्, एवं तदहितनियोजनया हेतुभूतया आज्ञाकोपेन च भगवत आत्माऽपि परित्यक्त इति गाथार्थः ॥१३२५॥ ટીકાર્ય
અયોગ્યોને ગણધરાદિ પદ હોતે છતે=અયોગ્ય આચાર્યને ગણધરપદ અપાયે છતે અને અયોગ્ય સાધ્વીને પ્રવર્તિનીપદ અપાયે છતે, ગુરુતર ગુણની મલનાથી=ગણધરાદિ પદમાં રહેલા ઘણા ગુણોની મલિનતા થવાથી, ગુરુતર બંધ=ઘણો કર્મબંધ, થાય છે; આ રીતે=ગુરુતર ગુણની મલનાથી ગુરુતર કર્મબંધ થાય છે એ રીતે, તેઓ પરિત્યક્ત થાય છે=પદવી લેનારા અયોગ્ય જીવો ગુરુ વડે યોગમાર્ગથી ત્યજાયેલા થાય છે, કેમ કે અનર્થનું યોજન છે=અયોગ્યને ગણધરાદિ પદના પ્રદાન દ્વારા ગુરુએ તેઓમાં ગુરુતર કર્મબંધની પ્રાપ્તિરૂપ અનર્થનો સંબંધ કરેલ છે.
આ રીતે=અયોગ્ય હોવા છતાં ગણધરાદિ પદ આપીને ગુરુ વડે પદવી લેનારા જીવોનો પરિત્યાગ કરાયો એ રીતે, હેતુભૂત એવી તેઓમાં અહિતની નિયોજનાથી=પોતાના વિનાશમાં કારણભૂત એવી પદવી લેનારા જીવોમાં અહિતની યોજના કરવાથી, અને ભગવાનની આજ્ઞાનો કોપ થવાને કારણે આત્મા પણ પરિત્યક્ત થાય છે=પદવી આપનારા ગુરુ વડે પોતાનો આત્મા પણ યોગમાર્ગથી ત્યજાયેલો થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
પૂર્વમાં બતાવ્યું તે રીતે કોઈ આચાર્યમાં બીજા ઘણા ગુણો હોય, પરંતુ ગણધરપદને યોગ્ય કાલોચિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org