SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા ગાથા ૧૨૮૯ નિર્ણય ઘટતો નથી એ રીતે, સુહો શુભ એવો હિમામ પોકાપુરુસંપાયમાવો વિકથિત આગમના પ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ પણ નો કુન્નડું-ઘટતો નથી; VIJvi fછ00મૂનત્તા કેમ કે ન્યાયથી= યુક્તિથી, છિન્નમૂલપણું છે. ગાથાર્થ : ખરેખર વેદવચનમાં જે રીતે વેદવાક્યથી પ્રવૃત્તિના અંગભૂત અર્થનો નિર્ણય ઘટતો નથી, એ રીતે શુભ એવો કહેવાયેલ આગમના પ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ પણ ઘટતો નથી; કેમ કે યુક્તિથી છિન્નમૂલપણું છે. ટીકા : एवं न कथितागमप्रयोगगुरुसम्प्रदायभावोऽपि प्रवृत्त्यङ्गभूतो युज्यते शुभ इह खलु वेदवचने, न्यायेन छिन्नमूलत्वात् तथाविधवचनासम्भवादिति गाथार्थः ॥१२८९॥ * “પિમોનુસંપાયમાવો વિ'માં ‘પ'થી એ બતાવવું છે કે વેદવચનમાં અપરુષેયાદિપણું તો ઘટતું નથી, પરંતુ શુભ એવો કથિતાગમપ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ પણ ઘટતો નથી. ટીકાર્થ : ખરેખર અહીંવેદવચનમાં, આ રીતે=જે રીતે વેદવાક્યથી પ્રવૃત્તિના અંગભૂત અર્થનો નિશ્ચય ઘટતો નથી એ રીતે, પ્રવૃત્તિના અંગભૂત શુભ એવો કહેવાયેલ આગમના પ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ પણ ઘટતો નથી; કેમ કે ન્યાયથી-યુક્તિથી, છિન્નમૂલપણું હોવાથી, તેવા પ્રકારના વચનનો અસંભવ છે=કોઈ પુરુષના વચન સાથે એકવાક્યતાથી જોડાયેલ હોય તેવા પ્રકારના વચનનો વેદમાં અસંભવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જૈનદર્શનની માન્યતા પ્રમાણે સર્વજ્ઞ એવા તીર્થંકર અર્થનો ઉપદેશ આપે છે, તે અર્થો ગ્રહણ કરીને ગણધરો આગમોની રચના કરે છે, અને ભગવાન પાસેથી પોતે ગ્રહણ કરેલ અર્થોને કહેનારા તે આગમો ગણધરો પોતાના શિષ્યોને ભણાવે છે, તે શિષ્યો પણ પોતાની શિષ્ય પરંપરામાં ભગવાને કહેલ અર્થોને કહેનારા તે આગમો ભણાવવાનો પ્રવાહ ચલાવે છે. આ રીતે જૈનદર્શનમાં ગુરુની પરંપરા દ્વારા આગમોના અર્થોની યોગ્ય જીવોને પ્રાપ્તિ થાય છે, આથી જૈનોના મતમાં કોઈક સર્વજ્ઞ પુરુષથી કહેવાયેલા આગમોના પ્રયોગવાળા ગુરુસંપ્રદાયનો સદૂભાવ પ્રાપ્ત થાય છે, માટે જિનવચનમાં નિર્ણય થઈ શકે કે આ સૂત્રોના આ અર્થો છે અને તે અર્થો પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી આત્મહિત થઈ શકશે. વળી, મીમાંસકોના મતમાં વેદવચન અપૌરુષેય હોવાથી કોઈક પુરુષથી કહેવાયેલા આગમોના પ્રયોગવાળા ગુરુસંપ્રદાયનો સભાન પ્રાપ્ત થતો નથી, માટે વેદવચનમાં નિર્ણય થઈ શકતો નથી કે આ વેદવાક્યોના આ અર્થો છે અને તે અર્થો પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી આત્મહિત થઈ શકશે; કેમ કે યુક્તિથી વિચારીએ તો વેદવચનના આદ્યકથક કોઈ નહીં હોવાથી, વેદવચનનું મૂળ છેદાયેલું છે અર્થાત્ જેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy