SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦-૧૨૦૩, ૧૨૦૪-૧૨૦૫ સ્થાપન થાય છે, માટે ભગવાનની આશાતના થાય છે; અને જેનાથી ભગવાનની આશાતના થતી હોય તેવી પ્રવૃત્તિથી ગુણાંતરપ્રાપ્તિના હેતુભૂત એવી અધિક દોષની નિવૃત્તિ થાય નહીં, અને જેનાથી અધિક દોષની નિવૃત્તિ થતી ન હોય તેવી પ્રવૃત્તિથી ગુણાંતર પ્રાપ્ત થાય નહીં. માટે ભગવાનની પૂજાદિમાં થતી હિંસા દોષવાળી જ છે; કેમ કે તે પૂજાદિથી શ્રાવકને કોઈ ઉપકાર થતો નથી અને ભગવાનને કોઈ ઉપકાર થતો નથી, માત્ર જે જીવોની હિંસા થાય છે તેઓને પીડા થાય છે. ll૧૨૭૨/૧૨૭૭ll અવતરણિકાઃ अत्रोत्तरम् - અવતરણિતાર્થ : અહીં ઉત્તરને કહે છે=ગાથા ૧૨૭૨-૧૨૭૩માં પૂર્વપક્ષીએ જે પ્રસંગ આપ્યો, એમાં ગ્રંથકાર ગાથા ૧૨૭૭ સુધી જવાબ આપે છે – ગાથા : उवगाराभावे वि हु चिंतामणिजलणचंदणाईणं । विहिसेवगस्स जायइ तेहिंतो सो पसिद्धमिणं ॥१२७४॥ इअ कयकिच्चेहितो तब्भावे णत्थि कोइ वि विरोहो । एत्तो च्चिअ ते पुज्जा का खलु आसायणा तीए? ॥१२७५॥ અન્વયાર્થ : હિંતામગિનઘંટુId=ચિંતામણિ, જ્વલન, ચંદનાદિથી ૩વIRTમાવેવિંગઉપકારનો અભાવ હોતે છતે પણ વિદિવા-વિધિસેવકને ચિંતામણિ આદિને વિધિપૂર્વક સેવનાર પુરુષને, તેfહંતો તેઓથી= ચિંતામણિ આદિથી, તો તે=ઉપકાર, નાયડૂ થાય છે, રૂપ સિદ્ધ એ પ્રસિદ્ધ છે. એ રીતે જ્યવિહિંતો-કૃતકૃત્યથી તન્માવે તેના ભાવમાં=ઉપકારના સદ્ભાવમાં, વો વિ વિરોદ 7િ કોઈપણ વિરોધ નથી. પ્રશ્નો વ્યિક=આથી જ તે તેઓ=ભગવાન, પુના પૂજય છે. તો તેના વડે=પૂજા વડે, શા ઘનુ ખરેખર કઈ સાસાયUTI?=આશાતના થાય ? * ગાથા ૧૨૭૪માં રહેલ “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : ચિંતામણિ, અગ્નિ, ચંદનાદિથી ઉપકારનો અભાવ હોવા છતાં પણ ચિંતામણિ આદિને વિધિપૂર્વક સેવનાર પુરુષને ચિંતામણિ, અગ્નિ, ચંદનાદિથી ઉપકાર થાય છે, એ પ્રસિદ્ધ છે. એ રીતે કૃતકૃત્ય એવા ભગવાનથી ઉપકારના સભાવમાં કોઈપણ વિરોધ નથી, આથી જ ભગવાન પૂજ્ય છે. પૂજા વડે ખરેખર કઈ આશાતના થાય ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy