SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫-૧૨૫૦, ૧૨૫૮ શ્રુતિ અને સ્મૃતિરૂપ આગમનો વિરોધ નથી. તેના નિવારણ માટે ગ્રંથકાર કહે છે – જે કારણથી ભાગીય હિંસાની નિંદા કરનારા શ્રુતિ અને સ્મૃતિના વચનો છે, અને તે વચનો યજ્ઞમાં અવિધિના દોષથી થયેલા પાપની નિંદાના અર્થવાળા છે, એમ કહેવું શક્ય નથી; કેમ કે એમ કહેવામાં તેવા કોઈ વેદવચનની પ્રાપ્તિ નથી કે જેના બળથી શ્રુતિ અને સ્મૃતિના વચનો અવિધિના દોષથી થયેલ પાપની નિંદાના અર્થવાળા છે એમ કહી શકાય. તે કારણથી યાગીય હિંસાને કહેનારા વેદવચન સાથે શ્રુતિ અને સ્મૃતિના વચનોનો વિરોધ છે. વળી, આવા પ્રકારનો આગમનો વિરોધ જિનભવનાદિગત હિંસામાં થતો નથી; કેમ કે “જિનભવનાદિવિષયક હિંસા પાપ છેએવું વચન જૈનશાસ્ત્રમાં ક્યાંય પ્રાપ્ત થતું નથી. વળી ક્યાંક શાસ્ત્રવિરુદ્ધ કરાતા જિનભવનાદિના નિંદાવચનો જૈનશાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે, પરંતુ તેના સ્થાનમાં તે પ્રકારનો ઉલ્લેખ જૈનશાસ્ત્રમાં ઉપલબ્ધ હોય છે. દા.ત. સાવદ્યાચાર્યે કહેલ કે “જોકે જિનાલય છે તોપણ સાવદ્ય છે.” આ કથનથી સ્પષ્ટ રીતે ઉપલબ્ધ થાય છે કે “જોકે આ જિનાલય છે માટે સાવદ્ય હોઈ શકે નહીં; તોપણ અવિધિથી કરાયેલું જિનાલય, કરનારના અને કરાવનારના અહિતનું કારણ હોવાથી સાવદ્ય છે.” આથી નક્કી થાય કે શાસ્ત્રવચનનિરપેક્ષ કરાયેલ જિનાલયનું નિંદાવચન હોવા છતાં શાસ્ત્રવચન અનુસાર કરાયેલ દ્રવ્યસ્તવીય હિંસાને કહેનારા જિનવચન સાથે જૈનશાસ્ત્રના અન્ય કોઈ વચનનો વિરોધ પ્રાપ્ત થતો નથી, માટે દ્રવ્યસ્તવનું વિધાન કરનારું જિનવચન ઈષ્ટઅવિરુદ્ધ છે; જ્યારે યાગીય હિંસાને કહેનારા વેદવચન સાથે વેદશાસ્ત્રના અન્ય વચનોનો વિરોધ પ્રાપ્ત થાય છે, માટે યજ્ઞનું વિધાન કરનારું વેદવચન ઈષ્ટવિરુદ્ધ છે. ૧૨૫૬/૧૨૫ અવતરણિકા : ગાથા ૧૨૨૯માં પૂર્વપક્ષીએ કહેલ કે દ્રવ્યસ્તવના વિધાનમાં ધર્મ માટે કરાતી હિંસા પણ દોષકારી ન હોય, તો યાગના વિધાનમાં વેદવિહિત હિંસા ઈચ્છતી નથી એ તમારો વ્યામોહ છે. અને આ વાતની પુષ્ટિ કરવા પૂર્વપક્ષીએ ગાથા ૧૨૩૦માં કહેલ કે વેદવિહિત હિંસા અન્ય જીવોને પીડાકારી છે, માટે દોષકારી છે એમ જૈનો કહેતા હોય, તો જિનભવનાદિની હિંસા પણ અન્ય જીવોને પીડાકારી છે, માટે તેને પણ દોષકારી કહેવી પડે. અને પીડાથી અધર્મ થાય છે એવો પણ નિયમ નથી; કેમ કે વૈદ્ય સાથે વ્યભિચાર છે. આ પ્રકારના ગાથા ૧૨૨૯-૧૨૩૦માં કહેલ પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ ગાથા ૧૨૩૪થી ૧૨૫૭ સુધી કરીને ગ્રંથકારે સ્થાપન કર્યું કે અનુપપત્તિવાળું વચનમાત્ર હિતાદિમાં પ્રવૃત્તિનું નિમિત્ત બનતું નથી. અને વેદવચન અનુપપત્તિવાળું છે, માટે વેદવચનથી કરાતી હિંસાને અદોષકારી કહી શકાય નહીં વળી, ગાથા ૧૨૩૦ના પૂર્વાર્ધમાં પૂર્વપક્ષીએ કહેલ કે વેદવિહિત હિંસા પીડાકારી છે, માટે દોષરૂપ છે, એમ જો જૈનો કહેતા હોય, તો જિનભવનાદિની હિંસા પણ પીડાકારી છે, માટે તેને પણ દોષરૂપ કહેવી પડે. તેનું સમાધાન ગ્રંથકારે ગાથા ૧૨૫૧-૧૨૫૨માં કર્યું કે જિનભવનાદિમાં થતી પીડાકારી પણ પૃથ્વી આદિની હિંસા અન્ય જીવોને ગુણસાધનનો યોગ હોવાથી યુક્ત જ છે અને આરંભવાળાને આરંભાતરની નિવૃત્તિ આપનારી હોવાથી જિનભવનાદિમાં થતી પૃથ્વી આદિની પીડા પણ મોક્ષફળવાળી છે. વળી, ગાથા ૧૨૩૦ના ઉત્તરાર્ધમાં પૂર્વપક્ષીએ કહેલ કે પીડાથી નિયમથી અધર્મ થતો નથી, કેમ કે વૈદ્ય સાથે વ્યભિચાર છે. તેનું સમાધાન ગ્રંથકારે ગાથા ૧૨૫૩માં કર્યું કે પૂર્વપક્ષી વડે પહેલાં કહેવાયેલું વૈદ્યનું દૃષ્ટાંત દ્રવ્યસ્તવમાં યુક્ત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy