SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૪પ-૧૨૪૬ ગ્રહણ કરાયેલી હોવાને કારણે તેમાં દોષ નથી એમ પણ કહી શકાય. માટે યાગીય હિંસાનું અને બ્રાહ્મણની હિંસાનું પ્રવર્તક વચન અનુપપત્તિવાળું છે એ રૂપ સાધમ્મ વેદવચનમાં અને સ્વેચ્છવચનમાં છે, અને તે સાધર્મનું બ્રાહ્મણ પરિગૃહીતત્વ અને ભિલ્લપરિગૃહીતત્વરૂપે વૈધર્મ વેદવચનમાં અને સ્વેચ્છવચનમાં છે. આથી બન્ને વચનથી થતી હિંસા દુષ્ટ છે. આશય એ છે કે બંને વચનથી થતી હિંસાની પ્રવૃત્તિ અનુચિત હોવા છતાં બ્રાહ્મણ પરિગૃહીતત્વ અને ભિલ્લપરિગૃહીતત્વ હોવા માત્રથી, વેદવચનથી થતી હિંસાને અદુષ્ટ કહેવી અને સ્વેચ્છવચનથી થતી હિંસાને દુષ્ટ કહેવી ઉચિત નથી, પરંતુ કૃત્યમાં ઉચિતત્વ-અનુચિતત્વરૂપ વૈધર્મ સિદ્ધ થાય, તો ઉચિત કૃત્ય અદુષ્ટ છે અને અનુચિત કૃત્ય દુષ્ટ છે એમ કહી શકાય. વળી, સમાન પ્રકારે અનુચિત એવા હિંસારૂપ કૃત્યનું બ્રાહ્મણ પરિગૃહીતત્વ અને ભિલ્લપરિગૃહીતત્વરૂપ વૈધર્મ હોવાને કારણે બંને પ્રકારની હિંસાનું પ્રવર્તક વચન અનુપપત્તિવાળું કઈ રીતે છે, તે સ્વયં ગ્રંથકાર આગળમાં બતાવે છે. ૧૨૪પા. અવતરણિકા: यस्मादेवम् - અવતરણિકાર્ચ: જે કારણથી આમ છે=ગાથા ૧૨૩૪માં ગ્રંથકારે કહ્યું કે વચનમાત્રથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા દુષ્ટ નથી એમ કહી શકાય નહીં, અને તે વાતનું ગ્રંથકારે અત્યાર સુધી સ્થાપન કર્યું એમ છે, તે કારણથી શું? તે ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા : तम्हा ण वयणमित्तं सव्वत्थऽविसेसओ बुहजणेणं । एत्थ पवित्तिनिमित्तं ति एवं दट्ठव्वयं होई ॥१२४६॥ અન્વયાર્થ : તëતે કારણથી -અહીં=લોકમાં, વયમિત્ત-વચનમાત્ર સવ્વસ્થ સર્વત્ર વિસરો અવિશેષ હોવાને કારણે પવિત્તિનિમિત્ત =પ્રવૃત્તિનું નિમિત્ત નથી, તિ=એથી યુગો બુધ જન વડે વંઆ રીતે વ્યર્થ (દોડ્ડ-દષ્ટવ્ય થતું નથી. ગાથાર્થ : તે કારણથી લોકમાં વચનમાત્ર સર્વત્ર અવિશેષ હોવાને કારણે પ્રવૃત્તિનું નિમિત્ત બનતું નથી, એથી બુધ જન વડે આ રીતે દૃષ્ટવ્ય થતું નથી. ટીકા : तस्मात् न वचनमात्रमुपपत्तिशून्यं सर्वत्राऽविशेषतः कारणाद् बुधजनेन विद्वज्जनेन अत्र-लोके Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy