SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૩૦-૧૨૩૮ પૂર્વપક્ષીએ વેદવચનના પ્રામાણ્યમાં લોકોનું અલ્પ-બહુપણું જાણવા માટે જે મધ્યદેશાદિનું દૃષ્ટાંત આપ્યું તે વ્યભિચાર દોષવાળું છે, જે વ્યભિચાર દોષને ગ્રંથકાર સ્વયં આગળની ગાથામાં બતાવે છે. /૧૨૩ણી અવતરણિકા: एतदेवाह - અવતરણિયાર્થ: આને જ કહે છે–પૂર્વગાથામાં અંતે ગ્રંથકારે પૂર્વપક્ષીને કહ્યું કે વ્યભિચાર હોવાથી પૂર્વપક્ષીનું કથન આ પ્રમાણે નથી. એથી હવે તે વ્યભિચારને જ કહે છે – ભાવાર્થ: પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ મધ્યદેશાદિના દૃષ્ટાંતના બળથી સ્થાપન કર્યું કે મધ્યદેશાદિની જેમ સર્વત્ર વેદવચનના પ્રામાણ્યને આશ્રયીને લોકોનું અલ્પ-બહુત્વ જાણવું. તેને ગ્રંથકારે કહ્યું કે પૂર્વપક્ષીનું કથન બરાબર નથી; કેમ કે પૂર્વપક્ષીએ આપેલ દષ્ટાંત વ્યભિચાર દોષવાળું છે, તેથી હવે તે વ્યભિચાર દોષને જ ગ્રંથકાર સ્પષ્ટ કરે છે – ગાથા : अग्गाहारे बहुगा दीसंति दिआ तहा ण सुद्द त्ति । ण य तहंसणओ च्चिअ सव्वत्थ इमं हवइ एवं ॥१२३८॥ અન્વયાર્થ : માહિર અગ્રાહારમાં વધુ વિકબહુ દ્વિજો વીનંતિ દેખાય છે, તહાં તે રીતે સુ શૂદ્રો નથી શૂદ્રો બ્રાહ્મણોની જેમ બહુ દેખાતાં નથી. તદ્દલ શ્વિમ ય અને તેના દર્શનથી જ=બહુ દ્વિજો દેખાવાથી જ, સવ્વસ્થ સર્વત્ર નં-આકદ્વિજોનું બહુત, વંકઆ રીતે=અગ્રાહારમાં છે એ રીતે, વિડું થતું નથી. ગાથાર્થ : અગ્રાહારમાં ઘણાં બ્રાહ્મણો દેખાય છે, તે રીતે દ્રો ઘણાં દેખાતાં નથી અને ઘણાં બ્રાહ્મણો દેખાવાથી જ સર્વ સ્થાને બ્રાહ્મણોનું બહુત્વ અગ્રાહારમાં છે એ રીતે થતું નથી. ટીકાઃ __ अग्राहारे बहवो दृश्यन्ते द्विजा:-ब्राह्मणास्तथा न शूद्रा इति ब्राह्मणवद्बहवो दृश्यन्ते, न च तद्दर्शनादेव-अग्राहारे बहुद्विजदर्शनादेव सर्वत्र-भिल्लपल्ल्यादावप्येतद्भवति एवं द्विजबहुत्वमिति गाथार्थः ॥१२३८॥ ટીકાર્ય : અગ્રાહારમાં દ્વિજો=બ્રાહ્મણો, બહુ દેખાય છે, તે રીતે=બ્રાહ્મણોની જેમ, શૂદ્રો બહુ દેખાતાં નથી. અને તેના દર્શનથી જ=અગ્રાહારમાં બહુ દ્વિજોના દર્શનથી જ, સર્વત્ર=ભિલ્લોની પલ્લી આદિમાં પણ, આ=દ્વિજોનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy