________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૨૧-૧૨૨૨, ૧૨૨૩
૧૪૫
ઉપચારવિનય : વિનયને અનુકૂળ એવી ભગવાનની પૂજા, ગુણવાન પુરુષની વૈયાવચ્ચ, જ્ઞાનનાં સાધનોની પૂજા કરવી ઇત્યાદિ વ્યવહારિક ક્રિયાઓ કરવી એ ઉપચારવિનય છે. તેમાં સમ્યગ્યત્ન કરવાથી કર્મોનું વિનયન થાય છે.
આમ, ઉપરમાં બતાવ્યા એ ચાર પ્રકારના વિનયમાંથી તીર્થંકરવિષયક ઉપચારવિનય દ્રવ્યસ્તવરૂપ જ છે, અને તીર્થંકરવિષયક ઉપચારવિનયના સંપાદન માટે અરિહંત ચેઇયાણં સૂત્રમાં સાધુ જે પૂજનાદિનું ઉચ્ચારણ કરે છે તે સાધુને ઘટે છે. જો દ્રવ્યસ્તવરૂપ તીર્થંકરવિષયક ઔપચારિક વિનય કરવાનો સાધુને સર્વથા નિષેધ કરવામાં આવે, તો અરિહંત ચેઈયાણરૂપ વંદનાસૂત્રમાં કરાતું પૂમાવત્તિયાસૌરવત્તિયા, એ પદનું ઉચ્ચારણ સાધુને નિરર્થક માનવું પડે; અને “અરિહંત ચેઈયાણં' રૂપ વંદનાસૂત્ર સાધુને પૂમાવત્તિયાણ સૌરવત્તિયાણ પદ વગર બોલવાનું કહેવાયું નથી. તેથી ફલિત થાય કે વિશિષ્ટ ઇચ્છારૂપે સાધુને દ્રવ્યસ્તવનું સંપાદન ઇષ્ટ છે.
અહીં સાધુને દ્રવ્યસ્તવના સંપાદનની વિશિષ્ટ ઇચ્છા એ હોય છે કે શ્રાવકો ભગવાનનું પૂજન અને ભગવાનનો સત્કાર કરીને જે બોધિના લાભારૂપ ફળને પ્રાપ્ત કરે છે, તે ફળ અરિહંત ચેઈઆણે સૂત્રમાં કરાતા પૂર્વત્તિયાણ આદિ પદના ઉચ્ચારણથી મને પ્રાપ્ત થાઓ. આ પ્રકારે તીર્થંકરના પૂજન-સત્કારથી થતા વિશિષ્ટ ફળની ઇચ્છારૂપે દ્રવ્યસ્તવનું સંપાદન સાધુને પણ ઈષ્ટ છે. ll૧૨૨૧/૧૨૨૨ અવતરણિકા :
ગાથા ૧૨૧૧થી ૧૨૨૨ સુધી સાધુને ગૌણરૂપે દ્રવ્યસ્તવ છે, તેમ અનેક યુક્તિઓ દ્વારા ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. ત્યાં કોઈને શંકા થાય કે જો મુનિ અનુમોદન આરિરૂપે દ્રવ્યસ્તવ કરે છે તો ઉત્તમ દ્રવ્યોથી કરણરૂપે દ્રવ્યસ્તવ કેમ કરતા નથી? તેના સમાધાનરૂપે કહે છે –
ગાથા :
सक्खा उ कसिणसंजमदव्वाभावेहिं णो अयं इट्ठो ।
गम्मइ तंतठिईए भावपहाणा हि मुणउ त्ति ॥१२२३॥ અન્વયાર્થ :
મુi૩ માવપાપ દિકમુનિઓ ભાવપ્રધાન જ હોય છે. ત્તિ એથી સિલિંગમબ્રામાવેદિં કૃત્ન સંયમ અને દ્રવ્યના અભાવને કારણે સવા સાક્ષાત્ જ થંઆકદ્રવ્યસ્તવ, રૂ =ઈષ્ટ નથી, (એ પ્રમાણે) તંતક્િપ-તંત્રસ્થિતિથી ગામડ઼ જણાય છે. ગાથાર્થ :
મુનિઓ ભાવપ્રધાન જ હોય છે. એથી સંપૂર્ણ સંયમ હોવાને કારણે અને દ્રવ્યનો અભાવ હોવાને કારણે મુનિને સાક્ષાત્ જ દ્રવ્યસ્તવ ઇષ્ટ નથી, એ પ્રમાણે તંત્રની સ્થિતિથી જણાય છે. ટીકા: ___ साक्षात्-स्वरूपेणैव कृत्स्नसंयमद्रव्याभावाभ्यां कारणाभ्यां नाऽयमिष्टो द्रव्यस्तव इति गम्यते
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org