________________
૧૩૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર /સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૧૪-૧૨૧૫, ૧૨૧૬
આનાથી એ ફલિત થાય કે મોક્ષને અનુકૂળ એવો શ્રાવકોનો દ્રવ્યસ્તવરૂપ વ્યાપાર સાધુઓને બહુમત નથી એમ નહીં, પરંતુ બહુમત જ છે; કેમ કે મોહથી રહિત એવા ભગવાનને જેમ મોક્ષને અનુગુણ વ્યાપાર બહુમત છે, તેમ મોહના ઉચ્છેદ માટે પ્રવૃત્ત એવા સાધુને પણ મોક્ષને અનુગુણ વ્યાપાર બહુમત છે. આથી સાધુને અનુમોદનારૂપે દ્રવ્યસ્તવ છે, એ પ્રકારનો અર્થ ફલિત થાય છે. /૧૨૧૪/૧૨૧૫ અવતરણિકા :
ગાથા ૧૨૧૪માં કહ્યું કે ભગવાન વડે યોગ્ય જીવોને દ્રવ્યસ્તવ અનુજ્ઞાત છે. ત્યાં શંકા થાય કે દ્રવ્યસ્તવ સાવધ પ્રવૃત્તિરૂપ હોવાથી ભગવાનને અનુમત નથી, પરંતુ દ્રવ્યસ્તવકાળમાં વર્તતો મોક્ષને અનુકૂળ એવો ભાવ ભગવાનને અનુમત છે, આથી ભગવાને દ્રવ્યસ્તવના અંગભૂત બલિ આદિનો નિષેધ કર્યો નથી.
આ પ્રકારની શંકાનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકાર કહે છે – ગાથા :
जो चेव भावलेसो सो चेव य भगवओ बहुमओ उ।
न तओ विणेअरेणं ति अत्थओ सो वि एमेव ॥१२१६॥ અન્વયાર્થ:
નો જેવા અને જે જ માવજોણો ભાવનો લેશ છે, તો ચેવ=તે જ માવો ભગવાનને વહુના=બહુમત છે. (આ પ્રકારની શંકા કરીને ગ્રંથકારશ્રી તેનો ઉત્તર આપે છે –) તો આ=ભાવનો લેશ, રૂપ વિUTI-ઇતર વિના=દ્રવ્યસ્તવ વિના, ન નથી, તિ એથી અસ્થમો=અર્થથી તો વિ=તે પણ દ્રવ્યસ્તવ પણ, નેવ આમ જ છે=ભાવલેશની જેમ ભગવાનને અનુમત જ છે. * “' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ :
અને જે જ ભાવનો લેશ છે, તે જ ભગવાનને બહુમત છે. આ પ્રકારની શંકા કરીને ગ્રંથકારશ્રી તેનો ઉત્તર આપે છે – ભાવનો લેશ દ્રવ્યસ્તવ વિના નથી. એથી અર્થથી દ્રવ્યસ્તવ પણ ભાવલેશની જેમ ભગવાનને અનુમત જ છે. ટીકા : ___ य एव भावलेशो बल्यादौ क्रियमाणे स एव च भगवतस्तीर्थकरस्य बहुमत इत्याशङ्क्याह-नाऽसौ= भावलेशो विनेतरेण-द्रव्यस्तवेनेत्यर्थतः सोऽपि-द्रव्यस्तव एवमेव-अनुमत इति गाथार्थः ॥१२१६॥ ટીકાર્ય :
અને બલિ આદિ કરાતે છતે જે જ ભાવનો લેશ છે, તે જ તીર્થકર ભગવાનને બહુમત છે. એ પ્રકારની આશંકા કરીને કહે છે – આ=ભાવનો લેશ, ઇતર=દ્રવ્યસ્તવ, વિના નથી. એથી અર્થથી=મોક્ષને અનુકૂળ ભાવના કારણરૂપે, તે પણ=દ્રવ્યસ્તવ પણ, આમ જ છે અનુમત છે=જેમ દ્રવ્યસ્તવકાળમાં વર્તતો ભાવલેશ ભગવાનને અનુમત છે, એમ દ્રવ્યસ્તવ પણ ભગવાનને અનુમત જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org