________________
૧૩૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૧૪-૧૨૧૫
અન્વચાઈ:
મયુર્વ ચ અને ભગવાન વિષvi નો મોક્ષને વિગુણ યોગની ફિવિ-ક્યારેય પણ ન મગુનાઈટ્ટ અનુજ્ઞા આપતા નથી. તયપુપુuો વિ ય તમો અને તેને અનુગુણ પણ આ=મોક્ષને અનુકૂળ પણ યોગ, મણિઅન્યોને=ભગવાનથી અન્ય એવા સાધુઓને, વ૬મો જ હો =બહુમત થતો નથી (એમ) નહીં.
ગાથાર્થ :
અને ભગવાન મોક્ષને પ્રતિકૂળ યોગની ક્યારેય પણ અનુજ્ઞા આપતા નથી, અને મોક્ષને અનુકૂળ પણ ચોગ સાધુઓને બહુમત થતો નથી એમ નહીં
ટીકા : __न च भगवाननुजानाति योग-व्यापारं मोक्षविगुणं कदाचिदपि, मोहाभावात्, न च तदनुगुणोऽप्यसौयोगः न बहुमतो भवत्यन्येषां, किन्तु बहुमत एवेति गाथार्थः ॥१२१५॥ ટીકાર્ય :
અને ભગવાન મોક્ષને વિગુણ=મોક્ષને પ્રતિકૂળ, યોગની=વ્યાપારની, ક્યારેય પણ અનુજ્ઞા આપતા નથી; કેમ કે મોહનો અભાવ છે. અને તેને અનુગુણ પણ=મોક્ષને અનુકૂળ પણ, આ યોગ, અન્યોને=ભગવાનથી અન્ય એવા સાધુઓને, બહુમત નથી થતો એમ નહીં, પરંતુ બહુમત જ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
તીર્થકર ભગવાન સમવસરણમાં દેશના આપે છે ત્યારપછી રાજા, અમાત્ય આદિ નગરમાં ઉપદ્રવોની શાંતિ અર્થે જે બલિ-બાકુના ઉછાળે છે તે દ્રવ્યસ્તવનું અંગ છે.
અહીં પ્રશ્ન થાય કે બલિ-બાકુળા ઉછાળવાનો વ્યાપાર દ્રવ્યસ્તવનું અંગ છે એમ કઈ રીતે નક્કી થાય? તેથી કહે છે – | તીર્થકર ભગવાને બલિ આદિ ઉછાળવાના વ્યાપારનો નિષેધ કર્યો નથી, તેથી નક્કી થાય કે દ્રવ્યસ્તવના અંગભૂત બલિ આદિ ઉછાળવાના વ્યાપારની શ્રાવકોને ભગવાને અનુજ્ઞા આપી છે. તેથી અર્થથી ફલિત થાય કે દ્રવ્યસ્તવ મોક્ષને અનુકૂળ વ્યાપારરૂપ છે, માટે ભગવાને ઉચિત જીવોને બલિ આદિરૂપ દ્રવ્યસ્તવની અનુજ્ઞા આપી છે.
અહીં પ્રશ્ન થાય કે બલિ આદિ ભગવાન દ્વારા પ્રતિષિદ્ધ નહીં હોવાથી ભગવાન વડે બલિ આદિ અનુજ્ઞાત છે એમ નક્કી થાય, તોપણ બલિ આદિ મોક્ષને અનુકૂળ વ્યાપાર છે એમ કઈ રીતે નક્કી થાય? તેથી કહે
ભગવાન મોક્ષને અનુકૂળ વ્યાપારથી વિપરીત વ્યાપારની ક્યારેય અનુજ્ઞા આપે નહીં, કેમ કે ભગવાન મોહ વગરના છે. તેથી ભગવાન સંસારી જીવોની જેમ મોક્ષને પ્રતિકૂળ વ્યાપારની ક્યારેય અનુજ્ઞા આપે નહીં, ફક્ત મોક્ષને અનુકૂળ વ્યાપારની જ અનુજ્ઞા આપે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org