SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૦૯-૧૨૧૦ પ્રાપ્તિ અતિદુષ્કર હોવા છતાં વિવેકથી કરાયેલ દ્રવ્યસ્તવ જીવને અવશ્ય ભાવસ્તવના પાલનની શક્તિ આપે છે, જે શક્તિ તે જીવને શીઘ્ર મોહનું ઉન્મૂલન કરવા સમર્થ બનાવે છે. ૧૨૦૯ અવતરણિકા : ગાથા ૧૧૧૩થી ૧૧૫૯માં દ્રવ્યસ્તવનું વિસ્તારથી સ્વરૂપ બતાવીને તે દ્રવ્યસ્તવથી ભાવચરણની પ્રાપ્તિ કઈ રીતે થાય છે ? તેનું ગાથા ૧૧૬૦થી ૧૨૦૬ સુધી વિસ્તારથી વર્ણન કર્યું. ત્યારપછી ગાથા ૧૨૦૦થી ૧૨૦૯માં ભાવસ્તવથી મોક્ષ કઈ રીતે થાય છે ? તે બતાવ્યું. ત્યાં કોઈને એવું ભાસે કે શ્રાવકને માત્ર દ્રવ્યસ્તવ હોય છે અને તે દ્રવ્યસ્તવથી ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા શ્રાવક મોક્ષ પ્રાપ્ત કરે છે, તથા સાધુને માત્ર ભાવસ્તવ હોય છે અને તે ભાવસ્તવથી સાધુ મોક્ષ પ્રાપ્ત કરે છે. આવા પ્રકારના ભ્રમના નિરાકરણ માટે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એ બંને દ્રવ્ય અને પર્યાયની જેમ પરસ્પર અનુવિદ્ધ છે, પરંતુ અનનુવિદ્ધ નથી, એમ બતાવતાં ગ્રંથકાર કહે છે - ગાથા : અન્વયાર્થઃ दव्वत्थयभावत्थयरूवं एअमिह होइ दट्ठव्वं । अण्णोणसमणुविद्धं णिच्छ्यओ भणियविसयं तु ॥१२९० ॥ અળોĪસમવિદ્વં=અન્યોન્યથી સમનુવિદ્વ=પરસ્પર સંકળાયેલું, વ્યસ્થયમાવત્થય વં i-દ્રવ્યસ્તવ-ભાવસ્તવરૂપ આ=પૂર્વમાં વર્ણન કર્યું એ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સ્વરૂપ, જિન્જીયો મળિયવિસયં તુ-નિશ્ચયથી ભણિત વિષયવાળું જ=૫રમાર્થથી વીતરાગના વિષયવાળું જ, રૂ.=અહીં= સ્તવપરિજ્ઞામાં, વદ્દ∞ હો-દૃષ્ટવ્ય થાય છે. ગાથાર્થ: પરસ્પર સંકળાયેલું દ્રવ્યસ્તવ-ભાવસ્તવરૂપ પૂર્વમાં વર્ણન કર્યું એ પરમાર્થથી વીતરાગના વિષયવાળું જ સ્તવપરિજ્ઞામાં જાણવું. ટીકા ઃ द्रव्यस्तवभावस्तवरूपमेतद् = अनन्तरोक्तमिह भवति द्रष्टव्यं किम्भूतमित्याह- अन्योऽन्यसमनुविद्धं, न केवलं, निश्चयतो भणितविषयमेवेति गाथार्थः ॥१२१०॥ ટીકાર્ય : અહીં=સ્તવપરિજ્ઞામાં, આઅનંતરમાં ઉક્ત=ગાથા ૧૧૧૩થી માંડીને અત્યાર સુધીમાં કહેવાયેલું, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું રૂપ=સ્વરૂપ, દૃષ્ટવ્ય થાય છે. કેવા પ્રકારનું દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સ્વરૂપ છે ? એથી કહે છે – કેવલ નહીં અન્યોન્યથી સમનુવિદ્ધ=દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પૃથક્ નહીં પરંતુ પરસ્પર એકબીજાથી સંકળાયેલું, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સ્વરૂપ છે. તે નિશ્ચયથી ભણિત વિષયવાળું જ, દૃષ્ટવ્ય છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy