________________
૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞાગાથા ૧૧૮૧-૧૧૮૨ વળી, ગીતાર્થ વિહાર અને ગીતાર્થમિશ્ર વિહાર: આ બે વિહારથી પૃથ એવા ત્રીજા વિહારની ભગવાને અનુજ્ઞા આપેલ નથી. આથી જે સાધુ સ્વયં ગીતાર્થ નથી અને ગીતાર્થની નિશ્રા છોડીને સ્વમતિના વિકલ્પથી શુદ્ધ એવી નિર્દોષ ભિક્ષાચર્યાદિ પ્રવૃત્તિ કરે છે, તે સાધુની તે પ્રવૃત્તિ બાહ્ય રીતે વિશુદ્ધ હોવા છતાં ભગવાનની આજ્ઞા અનુસાર નહીં હોવાથી ઉત્સુત્ર પ્રવૃત્તિરૂપ છે. માટે તે પ્રવૃત્તિ તે સાધુના વિરતિભાવનો બાધ કરે છે. એમ પ્રસ્તુત ગાથાનો ગાથા ૧૧૭૯-૧૧૮૦ સાથે સંબંધ છે. ૧૧૮૧ અવતરણિકા :
अस्य भावार्थमाह - અવતરણિતાર્થ :
આના=ભગવાને ગીતાર્થ વિહાર અને ગીતાર્થમિશ્ર વિહારની જ અનુજ્ઞા આપી છે, તેનાથી અન્ય એવા ત્રીજા વિહારની અનુજ્ઞા આપી નથી એ કથનના, ભાવાર્થને કહે છે – ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે બે વિહારથી ત્રીજા વિહારની ભગવાને અનુજ્ઞા આપી નથી એ કથનથી, આજ્ઞાપરતંત્ર સાધુની બાહ્ય આરંભવાળી પણ પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરતી નથી, અને અગીતાર્થ સાધુની સ્વમતિ વિકલ્પથી શુદ્ધ પણ પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરે છે, એ પ્રકારના ભાવાર્થની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? તે બતાવે છે –
ગાથા :
गीअस्स ण उस्सुत्ता तज्जुत्तस्सेयरस्स वि तहेव ।
णिअमेण चरणवं जं न जाउ आणं विलंघेड़ ॥११८२॥ અન્વયાર્થ :
નીરૂ-ગીતાર્થની પ્રવૃત્તિ) ૩સુત્તા -ઉત્સુત્ર નથી, તળુત્તશ્લેયર વિગતેનાથી યુક્ત એવા ઇતરની પણ=ગીતાર્થથી યુક્ત એવા અગીતાર્થની પણ, (પ્રવૃત્તિ) તહેવ=તે રીતે જ છે=ઉસૂત્ર નથી. નંજે કારણથી ઘરવંકચરણવાન=ભાવચારિત્રવાળા સાધુ, મેઘા=નિયમથી નાડ ક્યારેય માdi=આજ્ઞાને વિનંધેટ્ટ વિલંઘતા નથી.
ગાથાર્થ :
ગીતાર્થની પ્રવૃત્તિ ઉસૂત્ર નથી, ગીતાર્થથી યુક્ત એવા અગીતાર્થની પણ પ્રવૃત્તિ ઉસૂત્ર નથી; જે કારણથી ભાવચારિત્રવાળા સાધુ નિયમથી ક્યારેય આજ્ઞાને વિલંઘતા નથી.
ટીકા : ,
गीतार्थस्य नोत्सूत्रा प्रवृत्तिः, तद्युक्तस्य गीतार्थयुक्तस्येतरस्याऽपि-अगीतार्थस्य तथैव-नोत्सूत्रेति, कुतः ? इत्याह-नियमेन-अवश्यन्तया चरणवान् यद्-यस्मात् कारणात् न जातु-न कदाचिदाज्ञां
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org