________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૪-૧૯૮૫
૨૨૨૧
થાય છે. પરંતુ જો માણવકમાં દેવદત્તના સ્વરૂપના અભાવથી વિશિષ્ટ એવો પોતાના સ્વરૂપનો ભાવ ન માનીએ તો, માણવકમાં જેમ પોતાનું સ્વરૂપ વિદ્યમાન છે, તેમ પર એવા દેવદત્તનું સ્વરૂપ પણ વિદ્યમાન છે એમ પ્રાપ્ત થાય, જેથી માણવકને જેમ સ્વસંવેદ્ય સુખાદિ થાય છે, તેમ દેવદત્તસંવેદ્ય પણ સુખાદિ થવા જોઈએ; પરંતુ દરેક જીવને જે પ્રકારે પોતાને અનુભવાતા સ્વરૂપવાળાં સુખાદિ થાય છે, અને અન્ય જીવોને અનુભવાતા સ્વરૂપવાળાં સુખાદિ થતાં નથી, તે પ્રકારનાં સુખાદિ માણવકને થઈ શકે નહીં, પણ સર્વ જીવોને અનુભવાતા સ્વરૂપવાળાં સુખાદિથી મિશ્ર એવાં પોતાને અનુભવાતા સ્વરૂપવાળાં સુખાદિ માણવકને થઈ શકે.
આથી એ ફલિત થયું કે, જીવને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ સ્વીકારીએ તો જ પોતાને અનુભવાતા સ્વરૂપવાળાં વિશિષ્ટ સુખાદિ ઘટી શકે, અન્યથા પોતાને અનુભવાતા સ્વરૂપવાળાં અને બીજાને અનુભવાતા સ્વરૂપવાળાં મિશ્ર સુખાદિનો અનુભવ માનવાની આપત્તિ આવે. માટે જીવને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ માનવો એ યુક્તિયુક્ત છે. ૧૦૮૪ો. અવતરણિકા :
विपक्षे बाधामाह - અવતરણિકાર્ય :
વિપક્ષમાં બધાને કહે છે, અર્થાત્ આત્માને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ સ્વીકારવાને બદલે સ્વરૂપથી સત્ અને પરરૂપથી પણ સત્ સ્વીકારવારૂપ વિપક્ષમાં, સુખ માટે જીવો જે પ્રવૃત્તિ કરે છે તેમાં આવતો બાપદોષ બતાવે છે –
ગાથા :
इहरा सत्तामित्ताइभावओ कह विसिट्ठया तेसिं ? ।
तयभावम्मि तयत्थो हन्त पयत्तो महामोहो ॥१०८५।। અન્વયાર્થ :
ડુંદરા-ઇતરથા=આત્માને સ્વરૂપથી સત અને પરરૂપથી પણ સત્ સ્વીકારીએ તો, સત્તામિત્તામાવો સત્તામાત્રાદિનો ભાવ હોવાથી તેસિકતેઓની સુખાદિની, વિgિયા-વિશિષ્ટતા ?-કેવી રીતે થાય? તમામ તેના અભાવમાં=વિશિષ્ટ સુખાદિના અભાવમાં, તયસ્થી તદર્થવાળા=વિશિષ્ટ સુખની પ્રાપ્તિ માટેનો, પત્તો પ્રયત્ન મહાપોહો મહામોહ છે. * “રા' ખેદ અર્થમાં છે.
ગાથાર્થ :
આત્માને સ્વરૂપથી સત્ અને પરરૂપથી પણ સત સ્વીકારીએ તો સત્તામાત્રાદિનો ભાવ હોવાથી સુખાદિની વિશિષ્ટતા કેવી રીતે થાય? અર્થાત્ ન થાય. અને વિશિષ્ટ સુખાદિના અભાવમાં વિશિષ્ટ સુખ મેળવવા માટેનો પ્રયત્ન મહામોહ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org