________________
૨૨૨
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુચોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૮૫ ટીકાઃ ___ इतरथा-यथा स्वरूपेण सत् तथा पररूपेणापि भावे, सत्तामात्रादिभावाद्, आदिशब्दादसत्त्वमात्रा(?त्र)ग्रह इति, कथं विशिष्टता प्रत्यात्मवेद्यतया तेषां सुखादीनां ?, तदभावे-विशिष्टसुखाद्यभावे तदर्थो= विशिष्टसुखार्थो हन्त प्रयत्नः क्रियाविशेषो महामोहोऽसम्भवप्रवृत्त्येति गाथार्थः ॥१०८५॥ નોંધ :
ટીકામાં વિશાસત્ત્વમાત્ર પ્રદ્દઃ છે, તેને સ્થાને માહિશબ્દસર્વમાત્રા હોય તેમ જણાય છે.
ટીકાર્ય :
રૂતરથી.....માવી ઇતરથા જે રીતે સ્વરૂપથી સત્ છે તે રીતે પરરૂપથી પણ ભાવમાં જે રીતે આત્મા સ્વરૂપથી સત્ છે તે રીતે પરરૂપથી પણ આત્માના સતપણાના સદ્ભાવમાં, સત્તામાત્રાદિનો ભાવ હોવાથી તેષાં સુઠ્ઠાવીનાં પ્રત્યાત્મવેતય વિશિષ્ટતા વાર્થ ? તેઓની=સુખાદિની, પ્રતિઆત્મવેદ્યતા રૂપે દરેક આત્માને સંવેદ્યપણા રૂપે, વિશિષ્ટતા કેવી રીતે થાય ? તમાવે.....પ્રવૃજ્યાં તેના અભાવમાં વિશિષ્ટ સુખાદિના અભાવમાં, તેના અર્થવાળો પ્રયત્નકવિશિષ્ટ સુખના અર્થવાળી ક્રિયાવિશેષ, અસંભવમાં પ્રવૃત્તિ હોવાથી મહામોહ છે.
માલિશબ્દા સર્વમાત્રપ્રહે, “કવિ' શબ્દથી=“સત્તામાત્રામાં ‘સર’ શબ્દથી, અસત્ત્વમાત્રનો ગ્રહ છે= સંગ્રહ છે.
રૂતિ થાર્થ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૧૦૮૪માં ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે આત્માને સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસંતુ સ્વીકારીએ તો આત્મામાં સંવેદ્ય વિશિષ્ટ સુખાદિ ઘટે છે. એને દઢ કરવા માટે કહે છે કે જો આત્માને સ્વરૂપથી સત અને પરરૂપથી પણ સત્ સ્વીકારીએ, તો જેમ આત્મા પોતાનામાં વર્તતા સ્વરૂપથી વિદ્યમાન છે, તેમ અન્ય પદાર્થોમાં વર્તતા સ્વરૂપથી પણ વિદ્યમાન છે એમ માનવું પડે, અને એમ સ્વીકારીએ તો આત્મા ચેતન છે જડ નથી, એમ કહી શકાય નહીં, કેમ કે આત્મા માત્ર પોતાના સ્વરૂપે નથી, પણ સર્વના સ્વરૂપે છે.
વળી, માણવકને સામે રાખીને કહીએ કે માણવક સ્વરૂપથી પણ સત્ છે અને પરરૂપથી પણ સત્ છે, તો માણવક જેમ પોતાના સ્વરૂપથી વિદ્યમાન છે તેમ દેવદત્તાદિના સ્વરૂપથી પણ વિદ્યમાન થાય. તેથી માણવક માણવકરૂપે પણ સત્ છે, દેવદત્તરૂપે પણ સત્ છે અને ઘટ-પટાદિરૂપે પણ સત્ છે. આ રીતે માણવકમાં સર્વરૂપે સત્તામાત્ર માનવાનો પ્રસંગ આવે.
વળી, માણવકને વિશેષરૂપેકમાણવકરૂપે, સત્ સ્વીકારીએ, તો માણવક માણવકરૂપે સત્ છે અને દેવદત્તાદિરૂપે સત્ નથી, એમ પ્રાપ્ત થાય; અને માણવકને પરરૂપે પણ સત્ સ્વીકારીએ તો માણવક માત્ર માણવકરૂપે જ સત્ નથી, પરંતુ માણવકરૂપે, દેવદત્તરૂપે, ઘટ-પટાદિ સર્વરૂપે સત્ છે એમ પ્રાપ્ત થાય. તેથી માણવકનું અસ્તિત્વ સત્તામાત્રરૂપે સ્વીકારી શકાય, પરંતુ અન્ય સર્વથી વ્યાવૃત્ત એવું માણવકનું પોતાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org