________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૮૪ વિરોધ પ્રાપ્ત થાય; કેમ કે માણવકનું જે સત્ત્વ છે તે જ દેવદત્તનું અસત્ત્વ છે એમ કહીએ તો, સત્ત્વ જ અસત્ત્વ છે એમ કહેવું પડે, અને સત્ત્વ જ અસત્ત્વ છે એવું વચન પરસ્પર હણાય છે.
અહીં બૌદ્ધદર્શનકારો કહે કે માણવકમાં દેવદત્તનું અસત્ત્વ નથી; કેમ કે જગતમાં અસત્ત્વ નામનો કોઈ પદાર્થ જ નથી. માટે માણવક પોતાના સ્વરૂપરૂપ જ છે, માણવકમાં માણવકના પોતાના સ્વરૂપથી અતિરિક્ત એવો દેવદત્તના સ્વરૂપનો અભાવ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે .
-
૨૨૦
માણવકમાં દેવદત્તના સ્વરૂપનો અભાવ નથી, એમ ન કહેવું; કેમ કે એમ સ્વીકારીએ તો સ્વસત્ત્વની જેમ અસત્ત્વ હોતે છતે તેના સત્ત્વનો પ્રસંગ આવે, અર્થાત્ માણવકમાં જેમ પોતાના સ્વરૂપનું સત્ત્વ છે તેમ દેવદત્તના સ્વરૂપના અભાવનું અસત્ત્વ હોય અર્થાત્ દેવદત્તના સ્વરૂપનો અભાવ ન હોય, તો માણવકમાં દેવદત્તના સ્વરૂપનું સત્ત્વ માનવાનો પ્રસંગ આવે; અને જો માણવકમાં પોતાના સ્વરૂપના સત્ત્વની જેમ દેવદત્તના સ્વરૂપનું સત્ત્વ સ્વીકારીએ તો, માણવકને જોઈને “માણવક છે, તેમ દેવદત્ત પણ છે,’ એવી પ્રતીતિ થવાનો પ્રસંગ આવે.
આથી એ ફલિત થાય કે માણવકમાં જેમ પોતાના સ્વરૂપનો ભાવ છે, તેમ દેવદત્તના સ્વરૂપનો અભાવ પણ છે. તેથી માણવક પોતાના સ્વરૂપે સત્ છે અને અન્યના સ્વરૂપે અસત્ પણ છે. આથી એ પ્રાપ્ત થાય કે માણવક, દેવદત્તના સ્વરૂપના અસત્ત્વ ધર્મથી વિશિષ્ટ એવા માણવકના સ્વરૂપના સત્ત્વ ધર્મવાળો છે. જો માણવકને દેવદત્તના સ્વરૂપના અસત્ત્વથી વિશિષ્ટ એવા પોતાના સ્વરૂપના સત્ત્વવાળો ન માનીએ, અને માત્ર પોતાના સ્વરૂપના સત્ત્વવાળો માનીએ, તો વૈશિષ્ટ્યનો અયોગ પ્રાપ્ત થાય, અર્થાત્ માણવકમાં પોતાનું સ્વરૂપ માત્ર છે એમ કહી શકાય, પણ માણવકમાં દેવદત્તના સ્વરૂપના અભાવથી વિશિષ્ટ એવું પોતાનું સ્વરૂપ છે એમ કહી શકાય નહીં; જ્યારે માણવકમાં દેવદત્તના સ્વરૂપના અભાવથી વિશિષ્ટ એવા પોતાના સ્વરૂપનો ભાવ છે, માટે માણવકને પોતાને સંવેદન થતા સુખાદિ ઘટે છે; પરંતુ જો માણવકમાં પોતાના સત્ત્વથી અતિરિક્ત એવો દેવદત્તના સત્ત્વનો અભાવ ન હોય તો, માણવક નામનો પુરુષ જેમ માણવકરૂપે છે તેમ દેવદત્તરૂપે પણ છે એમ માનવું પડે, અને એમ માનીએ તો માણવકને જેમ પોતાના સુખાદિનો અનુભવ થાય છે તેમ દેવદત્તના સુખાદિનો પણ અનુભવ થવો જોઈએ; કેમ કે માણવક માણવકરૂપે સત્ છે અને દેવદત્તરૂપે અસત્ નથી. તેથી અર્થથી એ પ્રાપ્ત થાય કે માણવક માણવકરૂપે પણ સત્ છે અને દેવદત્તરૂપે પણ સત્ છે.
S
આશય એ છે કે બૌદ્ધદર્શનકારો અભાવને તુચ્છ માનતા હોવાથી જગતમાં અભાવ નામનો પદાર્થ જ નથી એમ માને છે. તેથી બૌદ્ધના મત પ્રમાણે માણવકમાં તુચ્છ એવો દેવદત્તના સ્વરૂપનો અભાવ નથી; પરંતુ જો માણવકમાં દેવદત્તના સ્વરૂપનો અભાવ ન માનીએ, તો માણવકને જોઈને “આ દેવદત્ત નથી’ એમ કહી શકાય નહીં, જેના કારણે અર્થથી “આ દેવદત્ત છે’’ એ પ્રકારનો માણવકમાં દેવદત્તના સ્વરૂપનો સદ્ભાવ પણ પ્રાપ્ત થાય. આથી માણવકમાં દેવદત્તના સ્વરૂપના સદ્ભાવના પ્રસંગના નિવારણ માટે એમ માનવું પડે કે માણવકમાં દેવદત્તના સ્વરૂપનો અભાવ છે, પણ સદ્ભાવ નથી; અને આમ માનીએ તો અર્થથી માણવકમાં દેવદત્તના સ્વરૂપના અભાવધર્મથી વિશિષ્ટ એવો માણવકના સ્વરૂપનો સદ્ભાવ પ્રાપ્ત થાય, અને આ પ્રમાણે માનીએ તો વિશિષ્ટપણું હોવાને કારણે માણવકને પોતાને અનુભવાતા સ્વરૂપવાળાં સુખાદિ સંગત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org