________________
૨૧૯
અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૮૪
ત્તિ એથી=જીવ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ છે એથી, પરરૂપાસત્ત્વધર્મવં... મવતિ પરરૂપઅસત્ત્વના ધર્મવાળું સ્વરૂપ સત્ત્વ વિશિષ્ટ થાય છે; અન્યથા વૈશિશ્ચાયો, કેમ કે અન્યથા વૈશિસ્યનો અયોગ છે=જીવ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ ન સ્વીકારીએ તો, પરરૂપના અસત્ત્વથી વિશિષ્ટ એવા સ્વરૂપના સત્ત્વરૂપ વિશિષ્ટપણાનો અયોગ પ્રાપ્ત થાય.
તવાદ- તેને કહે છે અર્થાતુ ન સ્વસત્ત્વમેવાડજાસત્ત્વમ્ થી માંડીને વૈશિષ્ટચાયા સુધીના કથનથી ગ્રંથકારે સિદ્ધ કર્યું કે પરરૂપઅસત્ત્વના ધર્મવાળું સ્વરૂપસત્ત્વ વિશિષ્ટ થાય છે, તેને મૂળગાથાના ઉત્તરાર્ધથી કહે છે – - ઉક્ત પ્રકારથી વિશિષ્ટપણું હોવાથી વિશિષ્ટ એવા સ્વસંવેદ્ય સુખાદિ થાય છે, જેનો અન્વય ઉપરમાં યોજન કરીને બતાવેલો છે. તિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે જીવ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ હોતે છતે સ્વસંવેદ્ય એવા સુખાદિ ઘટે છે. તેને પ્રસ્તુત ગાથામાં યુક્તિથી બતાવે છે –
દરેક જીવ પોતાના આત્મામાં નિયત એવા સ્વરૂપથી વિદ્યમાન છે, પરંતુ બીજાના સ્વરૂપથી વિદ્યમાન નથી અર્થાત્ પોતામાં વર્તતા અસ્તિત્વ, દ્રવ્યત્વ, ચેતનવ આદિ ભાવરૂપે જીવ વિદ્યમાન છે, પરંતુ પોતાના જેવા બીજા જીવમાં વર્તતા અસ્તિત્વ, દ્રવ્યત્વાદિ ભાવો રૂપે જીવ વિદ્યમાન નથી. આથી “આ આત્મા બીજાનો આત્મા નથી”, એવો વ્યવહાર સંગત થાય છે.
આનાથી એ ફલિત થાય કે માણવક નામની વ્યક્તિમાં રહેલા અસ્તિત્વ, ચેતનતાદિ ધર્મોથી માણવક નામની વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ધરાવે છે, પરંતુ દેવદત્ત નામની વ્યક્તિમાં રહેલા અસ્તિત્વ, ચેતનત્વાદિ ધર્મોથી માણવક નામની વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ધરાવતી નથી. આથી જ માણવકને જોઈને “આ દેવદત્ત નથી” એમ કહેવાય છે; પરંતુ જો માણવક જેમ પોતાનામાં વર્તતા ધર્મોથી વિદ્યમાન છે, તેમ દેવદત્તમાં વર્તતા ધર્મોથી પણ વિદ્યમાન હોય, તો માણવકને જોઈને “આ માણવક છે, તેમ દેવદત્ત પણ છે” એમ કહેવાય; જ્યારે માણવકને જોઈને “આ માણવક છે, દેવદત્ત નથી” એવી પ્રતીતિ થાય છે. આથી માણવક નામની વ્યક્તિ માણવકરૂપે સત્ છે અને દેવદત્તરૂપે અસત્ છે. તેથી માણવકમાં પોતાનું સ્વરૂપ ભાવરૂપે વર્તે છે અને બીજાનું સ્વરૂપ અભાવરૂપે વર્તે છે.
અહીં બૌદ્ધદર્શનકારો કહે કે સ્વસત્ત્વથી જુદું અન્યઅસત્ત્વ નથી, પણ સ્વસત્ત્વ જ અન્ય અસત્ત્વ છે; અને આમ સ્વીકારીએ તો એ પ્રાપ્ત થાય કે માણવકમાં જે પોતાનું સત્ત્વ વિદ્યમાન છે, તેનાથી અતિરિક્ત દેવદત્તનું અસત્ત્વ વિદ્યમાન નથી, પરંતુ માણવકના પોતાના સત્ત્વરૂપ જ દેવદત્તનું અસત્ત્વ છે. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે –
સ્વસત્ત્વ જ અન્ય અસત્ત્વ છે અને સ્વસત્ત્વથી અતિરિક્ત અન્યઅસત્ત્વ નથી, એમ કહી શકાય નહીં; કેમ કે સ્વસત્ત્વથી અતિરિક્ત અન્યઅસત્ત્વ ન સ્વીકારીએ તો, માણવકને જોઈને “આ માણવક છે, દેવદત્ત નથી” એ પ્રકારની બંને પ્રતીતિનું નિમિત્ત માણવકમાં વર્તતું પોતાનું સ્વરૂપ છે એમ માનવું પડે; અને જો બંને પ્રતીતિનું એક નિમિત્ત હોય તો માણવકમાં માણવકનું સત્ત્વ છે અને દેવદત્તનું અસત્ત્વ છે, એવી પ્રતીતિનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org