________________
૨૦૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા દ્વાર / ગાથા ૧૦૦૦-૧૦૦૮ एतेन अनुष्ठानेन बाध्यते सम्भवति च-वृद्धिमुपगच्छति च तद् द्वयं-विधिप्रतिषेधरूपं न नियमेन, एतद्वचनोपेतः इत्थंविधानुष्ठानवचनान्यः (?एतद्वचनोपपेतः इत्थंविधानुष्ठानवचनयुक्तो यः) आगमः, स छेदेन-प्रस्तुतेन न शुद्ध इति गाथार्थः ॥१०७८॥ નોંધ:
ટીકામાં પdવનોપેત: ધૈવિધાનુષ્ઠાનવના છે, તેને સ્થાને પdવનોપપેતઃ સ્થવિધાનુનવત્રનયુ યઃ હોવું જોઈએ. ટીકાર્ય :
વળી વિવિધ ભેટવાળા સંયમના યોગોમાં વિચિત્ર એવા સંયમના વ્યાપારોમાં,જ્યાં=જે અનુષ્ઠાનમાં, હેતુભૂત એવી પ્રમત્તતાથી ધાર્મિકની તેવા પ્રકારના યતિની=શાસ્ત્રાનુસારી યત્ન કરનારા સાધુની, વૃત્તિ-વર્તના, નથી, તે અનુષ્ઠાન વસ્તુસ્થિતિથી અનનુષ્ઠાન થાય છે, કેમ કે તેનું કાર્યનું અસાધકપણું છે–તે અનુષ્ઠાનનું વિધિ-નિષેધના પાલનથી સાધ્ય એવા શુદ્ધિરૂપ કાર્યનું નહીં સાધનારપણું છે.
આ અનુષ્ઠાનથી=પૂર્વગાથામાં વર્ણન કર્યું એ અનુષ્ઠાનથી, વિધિ-પ્રતિષેધરૂપ તે દ્રય ખાધ પામે છે, અને નિયમથી સંભવતા નથી=વૃદ્ધિને પામતા નથી. આ વચનથી ઉપપેત આવા પ્રકારવાળા અનુષ્ઠાનના વચનથી યુક્ત, એવું જે આગમ હોય, તે પ્રસ્તુત એવા છેદથી શુદ્ધ નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
સાધુના પડિલેહણાદિ અનેક પ્રકારના સંયમના વ્યાપારો છે, અને તે અનુષ્ઠાનો ઉચિત કાળે ઉચિત પ્રકારે કરવામાં ન આવે તો તે અનુષ્ઠાનો પ્રમાદનું કારણ બને છે. તેથી સંયમના કંડકોની વૃદ્ધિ થાય તે રીતે યત્ન કરનારા સાધુ પ્રમાદનું કારણ બને તે રીતે અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતા નથી. અને પ્રમાદનું કારણ બને તેવા અનુષ્ઠાનો વાસ્તવિક રીતે અનનુષ્ઠાન છે; કેમ કે પ્રમાદનું કારણ બનનારાં આ અનુષ્ઠાનો વિધિ-નિષેધનાં પોષણરૂપ કાર્ય સાધતાં નથી. તેથી સ્થૂલદષ્ટિથી અનુષ્ઠાન લાગવા છતાં પરમાર્થથી આવાં અનુષ્ઠાન સંયમવૃદ્ધિને અનુકૂળ અનુષ્ઠાન નથી; અને આવાં અનુષ્ઠાન કરવાથી શાસ્ત્રમાં બતાવેલ વિધિ અને નિષેધનો બાધ થાય છે; કેમ કે કષશુદ્ધ શાસ્ત્રનાં વિધિવાક્યો રાગાદિનો નાશ કરવામાં સમર્થ બને એવા ધ્યાનાદિ અનુષ્ઠાનનું વિધાન કરે છે, જ્યારે પ્રમાદનું કારણ બને એવાં ધ્યાનાદિ અનુષ્ઠાન કરવાથી રાગાદિનો નાશ થતો નથી. વળી કષશુદ્ધ શાસ્ત્રનાં નિષેધવાક્યો સાવઘ પ્રવૃત્તિનો સૂક્ષ્મ અને અશેષ નિષેધ કરે છે, જ્યારે પ્રમાદનું કારણ બને એવાં પડિલેહણાદિ અનુષ્ઠાન કરવાથી સાવદ્ય પ્રવૃત્તિનો સૂક્ષ્મ અને અશેષ પરિહાર થતો નથી.
વળી, પ્રમાદનું કારણ બને એ પ્રકારે સેવાયેલ અનુષ્ઠાનથી વિધિ-પ્રતિષેધની વૃદ્ધિ પણ થતી નથી; કેમ કે જે અનુષ્ઠાનનું સેવન રાગાદિ ભાવોની હાનિ કરતું ન હોય, પણ પ્રમાદનું કારણ બનતું હોય, તે અનુષ્ઠાનથી વિધિની વૃદ્ધિ થતી નથી, અને જે અનુષ્ઠાનનું સેવન ક્ષમા આદિ ભાવોથી યુક્ત ષકાયના પાલન દ્વારા સાવદ્ય પ્રવૃત્તિની સૂક્ષ્મ અને અશેષ નિવૃત્તિ કરતું ન હોય, પરંતુ પ્રમાદનું કારણ બનતું હોય, તે અનુષ્ઠાનથી સૂક્ષ્મ અને અશેષ પ્રતિષેધની વૃદ્ધિ થતી નથી. આથી આવાં પ્રમાદનાં પોષક ધ્યાનાદિ કે પડિલેહણાદિ અનુષ્ઠાનો બતાવનારું જે આગમ હોય તે છેદશુદ્ધ નથી. /૧૦૭૭/૧૦૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org