________________
૨૦૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | “અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦es सर्वथा, मधुकरवृत्त्या गृहिकुसुमपीडापरिहारेण तथा पालनीय एवाऽऽत्मा, नाऽकाले त्याज्य इति गाथार्थः I૬ ૦૭દ્દા ટીકાર્થ :
ખરેખર જે વસતિ આદિ પરંપરાથી પ્રમાદનાં જનક છે, તે વસતિ આદિ પણ સર્વથા વર્જવાં જ જોઈએ, તથા મધુકરની વૃત્તિથીeગૃહીરૂપી કુસુમની પીડાના પરિહારથી, આત્મા પાળવો જ જોઈએ, અકાળમાં ત્યજવો ન જોઈએ. ‘માદ્રિ' શબ્દથી “વરત્યાયઃ”માં સાવિ' શબ્દથી, સ્થાન અને દેશનો પરિગ્રહ છે. એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ભગવાનના આગમમાં વિધિ-નિષેધનાં પોષક એવાં ક્યાં અનુષ્ઠાન કરવાનો કહ્યાં છે? તે પૂર્વગાથામાં બતાવ્યું. હવે ભગવાનના આગમમાં વિધિ-નિષેધનાં બાધક એવાં કયાં અનુષ્ઠાનો વર્જવાનાં કહ્યાં છે ? તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે –
સંયમ ગ્રહણ કરીને સંયમની વૃદ્ધિ માટે ધ્યાન-સ્વાધ્યાયાદિમાં યત્ન કરતા સાધુએ પણ પરંપરાથી પ્રમાદનાં જનક એવાં વસતિ આદિનું વર્જન કરવું જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે સાધુઓ સંયમવૃદ્ધિ અર્થે વસતિની યાચના કરીને કોઈ વસતિમાં ઊતર્યા હોય, અને તે વસતિ સ્ત્રી આદિથી સંસક્ત હોય, તો તત્કાલ તે વસતિ સંયમવૃદ્ધિનું કારણ જણાતી હોવા છતાં પરંપરાએ પ્રમાદને પેદા કરનાર બને છે. તેથી આવી વસતિનો સાધુઓએ સર્વથા ત્યાગ કરવો જોઈએ.
આનાથી એ ફલિત થયું કે કષશુદ્ધ આગમમાં બતાવેલ વિધિ-નિષેધનો પરંપરાએ પણ જે અનુષ્ઠાનથી બાધ થવાનો સંભવ હોય, તે અનુષ્ઠાનનો ભગવાનના આગમમાં ત્યાગ કરવાનું કહ્યું છે, અને તે અનુષ્ઠાનના પરિહારથી વિધિ-નિષેધની પુષ્ટિ થાય છે. માટે ભગવાનનું આગમ છેદશુદ્ધ છે.
વળી, ભગવાને અકાળે દેહનો ત્યાગ કરવાનો નિષેધ કર્યો છે, કેમ કે સાધુ આહાર ગ્રહણ ન કરે અને અકાળે દેહનો ત્યાગ કરે તો દેવભવની પ્રાપ્તિ થાય તોપણ અવિરતિની પ્રાપ્તિ થાય, જેથી આગમમાં બતાવેલ વિધિ-નિષેધની પુષ્ટિ થાય નહીં. આથી સાધુ ઉચિત વિધિથી આહાર વાપરીને દેહને ટકાવે તો હિંસાદિના નિષેધમાં ઉપકારક એવા અપ્રમાદભાવની વૃદ્ધિ થાય, અને રાગાદિના ઉચ્છેદને અનુકૂળ એવા ધ્યાનાદિના વિધાનમાં પણ યત્ન થાય. માટે મૃત્યુના નજીકના કાળને છોડીને સાધુએ દેહનું પાલન કરવું જોઈએ.
આનાથી એ ફલિત થયું કે અકાળે દેહનો ત્યાગ કરવાથી કષશુદ્ધ આગમમાં બતાવેલ વિધિ-નિષેધનો બાધ થતો હોવાથી, ભગવાનના આગમમાં ભમરાની વૃત્તિથી દેહનું પાલન કરવાનું કહ્યું છે, જેથી વિધિનિષેધની પુષ્ટિ થાય. માટે ભગવાનનું આગમ છે શુદ્ધ છે.
વળી, સાધુએ દેહનું પાલન કઈ રીતે કરવું જોઈએ? તે બતાવવા માટે કહે છે કે જેમ ભમરો ફૂલને પીડા ન થાય એ રીતે ફૂલમાંથી રસ પીએ છે, તેમ સાધુએ પણ ગૃહસ્થને પીડા ન થાય એ રીતે ગૃહસ્થો પાસેથી ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ, અને તેવી ભિક્ષા વાપરીને દેહનું પાલન કરવું જોઈએ, જેથી આગમમાં બતાવેલ વિધિ અને નિષેધની વૃદ્ધિ થાય. ll૧૦૭૬ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org