________________
૨૦૫
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૦પ-૧૦૦૬
કષશુદ્ધ આગમમાં કર્મબંધને અનુકૂળ એવા હિંસા આદિ ભાવોનો ક્ષાંતિ આદિના ભેદથી પ્રતિષેધ કરાયો છે, અને રાગાદિના વિકુટ્ટનમાં સમર્થ એવી ધ્યાનાદિની વિધિ બતાવી છે. એ બંનેથી એ પ્રાપ્ત થયું કે જીવે કર્મબંધને અનુકૂળ એવી ક્રિયાઓમાંથી નિવૃત્ત થઈને, રાગાદિના ઉચ્છેદમાં સમર્થ એવા આત્મિક ભાવોના ઉલ્લસન માટે ધ્યાનાદિમાં યત્ન કરવો જોઈએ.
આથી જે સાધુઓ ભગવાનના વચન અનુસાર સમિતિ-ગુપ્તિવિષયક અપ્રમાદભાવવાળા થઈને સંયમનાં સર્વ અનુષ્ઠાનો કરે છે, તેઓના કર્મબંધને અનુકૂળ હિંસા આદિ ભાવો નિવર્તન પામે છે, અને તેઓનું વીર્ય આત્મભાવો તરફ જવા માટે ઉલ્લસિત બને છે. આથી સમિતિ-ગુપ્તિમાં સદા અપ્રમાદી થઈને સંયમનાં સર્વ અનુષ્ઠાનો સેવનારા, યાવત માત્રુ આદિ પણ અપ્રમાદી થઈને કરનારા સાધુઓનાં સર્વ અનુષ્ઠાનો, શાસ્ત્રમાં જે હિંસાદિનો નિષેધ કર્યો છે તેને, અને ધ્યાનાદિનું જે વિધાન કર્યું છે તેને અનુકૂળ બને છે; કેમ કે સમિતિ-ગુપ્તિથી યુક્ત થઈને કરાતી માત્રુ આદિની ક્રિયા પણ રાગાદિના ઉમૂલનને અનુકૂળ માનસવ્યાપાર રૂપ છે. તેથી આ પ્રમાણે કહેનાર આગમ છેદશુદ્ધ છે. ૧૦૭પી અવતરણિકા:
તથા –
અવતરણિકાર્ય :
કષશુદ્ધ આગમમાં બતાવેલ વિધિ અને પ્રતિષેધનો બાધ નહીં કરનારા અને વૃદ્ધિ કરનારાં કેવાં અનુષ્ઠાનોનું ભગવાનના આગમમાં વિધાન છે, તે પૂર્વગાથામાં દર્શાવ્યું. હવે વિધિ-નિષેધને બાધ કરનારાં કેવાં અનુષ્ઠાનોનો ભગવાનના આગમમાં નિષેધ છે, તે દર્શાવવા તથાથી સમુચ્ચય કરે છે –
ગાથા :
जे खलु पमायजणगा वसहाई ते वि वज्जणिज्जा उ ।
महुअरवित्तीए तहा पालेअव्वो अ अप्पाणो ॥१०७६॥ અન્વયાર્થ:
ને વસ્તુ ખરેખર જે વહાર્ફ વસતિ આદિ પનીયનTIT=પ્રમાદનાં જનક છે, તે વિગતે પણ વર્ષોના વર્જનીય જ છે, ત=તથા મદુરવિણ-મધુકરની વૃત્તિથી અખાને આત્મા પાજોગવ્યો સપાલનીય જ છે. * “' અને ' વંકારના અર્થમાં છે. ગાથાર્થ :
ખરેખર જે વસતિ વગેરે પ્રમાદને પેદા કરનારા છે, તે વસતિ આદિ પણ ત્યજવાં જ જોઈએ, અને ભમરાની વૃત્તિથી આત્માનું પાલન કરવું જ જોઈએ. ટીકા :
ये खलु प्रमादजनकाः परम्परया वसत्यादयः, आदिशब्दात् स्थानदेशपरिग्रहः, तेऽपि वर्जनीया एव
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org