________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૯૩૩-૯૩૪
ટીકાર્ય :
જે કારણથી વ્રતથી સંપન્ન, કાલોચિત ગ્રહણ કરેલા સકલ સૂત્ર અને અર્થવાળા અર્થાત્ તદાત્વના અનુયોગવાળાતે કાળને ઉચિત સૂત્રોનું અને સૂત્રના અર્થોનું વ્યાખ્યાન કરવાની શક્તિવાળા, સાધુઓ, જિનેન્દ્રો વડે આચાર્યની=આચાર્યપદની, સ્થાપનારૂપ અનુયોગની અનુજ્ઞાને યોગ્ય કહેવાયા છે; અન્ય સાધુઓ નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
દીક્ષા ગ્રહણ કર્યા પછી વ્રતોમાં ઉપસ્થાપિત થયેલા શક્તિસંપન્ન સાધુઓ સૂત્રપોરિસી અને અર્થપોરિસી દ્વારા તે કાળને ઉચિત સંપૂર્ણ સૂત્રો અને અર્થોનો અવશ્ય અભ્યાસ કરે, અને ત્યારે જ તે સાધુઓ તદાત્વના અનુયોગવાળા કહેવાય છે, અન્ય સાધુઓ નહીં; અને આવા સાધુઓને ભગવાને આચાર્યપદે સ્થાપવા માટે યોગ્ય કહ્યા છે, અન્યને નહીં. આથી જ વ્રતસ્થાપના દ્વાર પછી અનુયોગગણાનુજ્ઞા દ્વારનો પ્રસ્તાવ છે. ૯૩૭ll
અનુયોગઅનુજ્ઞા ન
અવતરણિકા :
વારિત્યાદિ –
અવતરણિતાર્થ :
અહીં પ્રશ્ન થાય કે કયા કારણથી કાલોચિત ગૃહતસકલસૂત્રાર્થવાળા સાધુઓને જ ભગવાને અનુયોગની અનુજ્ઞાને યોગ્ય કહ્યા છે, અન્ય સાધુઓને નહીં? એથી કહે છે –
ગાથા :
इहरा उ मुसावाओ पवयणखिसा य होइ लोगम्मि।
सेसाण वि गुणहाणी तित्थुच्छेओ अ भावेणं ॥९३४॥ दारगाहा ॥ અન્વયાર્થ :
ફરી વળી ઇતરથા=કાલોચિત ગૃહતસૂત્રાર્થવાળા ન હોય એવા સાધુઓની અનુયોગાનુજ્ઞામાં, મુસાવાઝો મૃષાવાદ, તો મિલાવવા અને લોકમાં પ્રવચનની ખિસા, સાવિહાશેષની પણ ગુણહાનિ ભાઇ મ તિજ્યુચ્છેસો અને ભાવથી તીર્થોચ્છેદ ટોડું થાય છે. ગાથાર્થ :
વળી કાલોચિત સૂત્રાર્થ નહીં ભણેલા સાધુઓને અનુયોગની અનુજ્ઞા આપવામાં મૃષાવાદ, અને લોકમાં પ્રવચનની હીલના, શેષ સાધુઓની પણ ગુણહાનિ અને ભાવથી તીર્થનો ઉચ્છેદ થાય છે. ટીકા:
इतरथा अनीदृशानुयोगानुज्ञायां मृषावादो गुरोस्तमनुजानतः, प्रवचनखिसा च भवति लोके
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org